સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "અમૃતકાળ"ના વ્યાપક વિઝનને અનુરૂપ "વિકસિત ગુજરાત@૨૦૪૭"ના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ દિશામાં દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ સુરત ઇકોનોમિક રિજિયન (SER) માં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે ₹૧૧૮૫ કરોડના કાર્યોને મંજૂરી એ એક મહત્વપૂર્ણ કદમ છે.
રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન, વ્યક્તિગત અને સંસ્થાકીય વિકાસ પર આધારિત દીર્ઘકાલીન અને પરિણામલક્ષી આયોજનો ઘડવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ GRIT દ્વારા રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે ૬ ગ્રોથ હબ વિકસાવવામાં આવી રહ્યા છે. દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ ટૂંકા ગાળામાં તૈયાર કરાયેલા પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન અંતર્ગત, દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ SER માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન હેતુ ₹૧૧૮૫ કરોડના કામોને પ્રથમ તબક્કે મંજૂરી આપીને મુખ્યમંત્રીશ્રીએ 'જે કહેવું તે કરવું'નો ધ્યેય સાર્થક કર્યો છે.
SERમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારો રાજ્યના કુલ આર્થિક વિકાસમાં ૩૫ ટકાથી વધુનું યોગદાન આપે છે, જે ગુજરાતની અર્થવ્યવસ્થામાં તેમનું મહત્વ દર્શાવે છે.
દેશના આર્થિક વિકાસમાં ગુજરાતે હંમેશા નોંધપાત્ર ફાળો આપ્યો છે. 'વિકસિત ભારત@૨૦૪૭'માં પણ ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવે તેવા લક્ષ્ય સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 'વિકસિત ગુજરાત@૨૦૪૭'નો રોડમેપ કાર્યરત થયો છે.
આ રોડમેપ 'અર્નિંગ વેલ - લિવિંગ વેલ'ના ધ્યેયને પાર પાડવા રાજ્યમાં આર્થિક વિકાસ દ્વારા અર્થવ્યવસ્થાને સુદ્રઢ કરવા પર ભાર મૂકે છે. સુરત ઇકોનોમિક રિજિયન આ લાંબા ગાળાના આર્થિક વિકાસને આગળ ધપાવવા માટેના મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
અમૃતકાળના વિઝનને સાકાર કરવાના હેતુથી, આ વ્યૂહાત્મક બહુ-જિલ્લા આર્થિક ક્ષેત્રના વિકાસ માટેના ઇકોનોમિક માસ્ટર પ્લાન અંતર્ગત SERના પાંચ જિલ્લાઓમાં કુલ ૩૮૩ કિલોમીટર લંબાઈના ૨૪ કામો માટે ₹૧૧૮૫ કરોડ મંજૂર કરાયા છે.
આ માર્ગ માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશનથી સુરત, તાપી, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ અને GIDC વિસ્તારોને જોડતા માર્ગો સુધરશે. પરિણામે લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વધારો થશે અને માલસામાન તેમજ શ્રમિકોની અવરજવર વધુ સુગમ બનશે.
આનાથી ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના વિકાસને મજબૂતી મળશે. ઉપરાંત, ફીશરીઝ, હજીરા પોર્ટ, સુગર ફેક્ટરી, સુમુલ ડેરી, પાપડ ઉદ્યોગ, માઇનિંગ અને લિગ્નાઇટ પ્રોજેક્ટ જેવા વિવિધ ઉત્પાદન એકમો ધરાવતા ઔદ્યોગિક ક્ષેત્રને સીધો લાભ થશે. કડોદ, કડોદરા, જોલવા, માંગરોળ, કોસંબા અને તડકેશ્વર જેવા મહત્વના GIDC વિસ્તારોની કનેક્ટિવિટી પણ મજબૂત બનશે.
માર્ગ માળખાકીય સુવિધાઓની કનેક્ટિવિટીના અપગ્રેડેશનથી SERના જિલ્લાઓની ખેત પેદાશોના પરિવહનમાં નોંધપાત્ર ઝડપ આવશે. આનાથી ખેડૂતો તેમના પાક ઉત્પાદનો અને ચીજવસ્તુઓ બજાર સુધી સરળતાથી પહોંચાડી શકશે, જેના પરિણામે કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે.
દક્ષિણ ગુજરાતના ધાર્મિક સ્થળો જેવા કે સિધ્ધનાથ મહાદેવ, શબરીધામ, પાંડવગુફા, અંજનીકુંડ અને સંજાણની પારસી અગિયારી સુધી પ્રવાસીઓ માટે પહોંચવું વધુ સરળ બનશે. વધુમાં, મહાલના જંગલો, સાપુતારા, વિલ્સન હિલ જેવા પ્રવાસી સ્થળો અને ઇકો ટુરીઝમ સાઇટ્સ સુધીની સુગમ પહોંચ પ્રવાસન પ્રવૃત્તિઓને નવી દિશા આપશે.
સુરત ઇકોનોમિક રિજિયનમાં પરંપરાગત ક્ષેત્રો જેવા કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોકેમિકલ, કેમિકલ, ટેક્સટાઇલ અને ફિશરીઝ ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીનહાઇડ્રોજન અને લોજિસ્ટિક્સ જેવા ઉભરતા ક્ષેત્રો પણ વિકસશે. આ માર્ગ માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશનથી આ ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે અને યુવાનોને મોટા પાયે રોજગારીના અવસરો પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે SERને 'વિકસિત ગુજરાત@૨૦૪૭' માટેનું એક વ્યૂહાત્મક ગ્રોથ એન્જિન બનાવવાનો અભિગમ રાખ્યો છે. રાજ્યની અર્થવ્યવસ્થાને ૨૦૪૭ સુધીમાં $૩.૫ ટ્રિલિયન સુધી પહોંચાડવાના વિઝનમાં SER કુલ GSDPમાં ૩૫% થી વધુ યોગદાન આપશે તેવી અપેક્ષા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે SER માટે માર્ગ માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશનને આપેલી આ મંજૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત આર્થિક વિકાસને નવું બળ પૂરું પાડશે. આના પરિણામે SER સર્વગ્રાહી વિકાસના નવા સીમાચિહ્નો સર કરશે અને પ્રદેશની પ્રગતિને વેગ આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
