Rahul Gandhi Defamation case : માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજીની આજે સુનાવણી, હાઈકોર્ટ સંભળાવશે ચુકાદો
Rahul Gandhi Defamation case : ગુજરાત હાઈકોર્ટ દ્વારા 7 જુલાઇના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી અટક પરની તેમની ટીપ્પણીને લઈને ગુનાહિત માનહાનિના કેસમાં તેમની દોષિત ઠરાવવાની અરજી પર ચુકાદો સંભળાવવામાં આવશે.
હાઈકોર્ટ દ્વારા ગુરુવારના રોજ જાહેર કરવામાં આવેલી યાદી મુજબ જસ્ટિસ હેમંત પ્રાચાકની કોર્ટ સવારે 11 કલાકે ચુકાદો સંભળાવશે. જો રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં ન આવે છે, તો તેમના માટે સંસદના સભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો બનશે.

મે મહિનામાં ગાંધીની અરજીની સુનાવણી કરતા સમયે જસ્ટિસ પ્રાચકે, કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, તેઓ ઉનાળાના વેકેશન પછી અંતિમ આદેશ પસાર કરશે.
29 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન, રાહુલ ગાંધીના વકીલે દલીલ કરી હતી કે, જો દોષિત ઠરાવવામાં આવશે, તો મારા અસીલને રાજકારણમાં લાંબા સમય સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અહીં ચૂંટણી લડવા પર આઠ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આનાથી તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દાવ પર લાગી જશે. આ કોઈ ગંભીર ગુનો નથી, તેમને કોઈની હત્યા કરી નથી. મહેરબાની કરીને આ વાતની નોંધ લેવામાં આવે.
અત્રે નોંધનીય છે કે, સુરતની એક કોર્ટે 23 માર્ચના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને 2019માં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ દોષિત ઠેરવ્યા બાદ બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ ચુકાદા બાદ, કેરળના વાયનાડથી લોકસભામાં ચૂંટાયેલા ગાંધીને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ આ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો અને દોષિત ઠરાવવા પર સ્ટે માંગ્યો હતો. 20 એપ્રિલના રોજ કોર્ટે તેમને જામીન આપતા, સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેમણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
