PM Modi Gujarat Visit : PM મોદી કરશે ગુજરાત પ્રવાસ, 4500 કરોડની યોજનાઓનો કરશે શિલાન્યાસ
PM Modi Gujarat visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલી 4500 કરોડની યોજનાઓનો આરંભ કરાવવા માટે 27 સપ્ટેમ્બરના રોજ ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ આદિવાસી સમુદાયની બહુમતિવાળા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં એક સાર્વજનિક સભાનું સંબોધન કરશે.
બોડેલીમાં સભાને સંબોધશે વડાપ્રધાન મોદી -પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, બોડેલી ખાતે એક સભાને સંબોધતા પહેલા, PM રાજ્ય સરકારની મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પહેલ હેઠળ વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ PM દ્વારા ગયા વર્ષે ઑક્ટોબરમાં અડાલજમાં યોજાયેલી એક ઇવેન્ટમાં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરીને, નવા અને સ્માર્ટ ક્લાસરૂમ્સ તેમજ કમ્પ્યુટર લેબોરેટરીઓના નિર્માણ દ્વારા રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું.
રાવે જણાવ્યું હતું કે, મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ, PM મોદી 27 સપ્ટેમ્બરના રોજ બોડેલીમાં રૂપિયા 4,500 કરોડના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં સમગ્ર રાજ્યમાં નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબનો સમાવેશ થાય છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, આ પ્રસંગે વડાપ્રધાન રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રને લગતી ઘણી નવી યોજનાઓ પણ લોન્ચ કરશે, જેમાં સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ નિવાસી શાળા, રક્ષા શક્તિ વિદ્યાલય, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપનો સમાવેશ થાય છે.
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ, રાજ્ય સરકાર આગામી પાંચ વર્ષમાં રૂપિયા 10,000 કરોડનો ખર્ચ કરશે, અને તમામ 35,133 સરકારી અને 5,847 સહાયિત શાળાઓને આવરી લેશે.
સરકારે અગાઉ જણાવ્યું હતું કે, આ ભંડોળ સમગ્ર રાજ્યની 41,000 સરકારી અને સહાયિત શાળાઓમાં 50,000 નવા વર્ગખંડો, 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડો, 20,000 નવી કમ્પ્યુટર લેબ અને 5,000 ટિંકરિંગ લેબ બનાવવા માટે ખર્ચવામાં આવશે. એવો અંદાજ છે કે, આગામી પાંચ વર્ષમાં અંદાજે એક કરોડ વિદ્યાર્થીઓને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સીધો ફાયદો થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
