સાંસદ પૂનમ માડમે જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કરી મુસાફરી
Jamnagar-Ahmedabad Vande Bharat Express Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઑફ કરાવ્યુ હતુ. જામગનર સ્ટેશન પરથી સાંસદ પૂનમબેન માડમે લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું.
ટ્રેન નં. 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન મંગળવાર સિવાયના બધા 6 દિવસ ચાલશે.

જામનગરના સાંસદ પૂનમ માડમે ટ્રેનની મુસાફરી દરમિયાન જણાવ્યુ કે, 'નારીશક્તિના સંકલ્પબળે સૌરાષ્ટ્રની ગતિશક્તિ વધારતી સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેનમાં મુસાફરીના એક નારી તરીકેના ગૌરવ સાથે હાલાર અને સોરઠ ધરા પર આ વિશ્વાસ વરસાવવા બદલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર.'
તમને જણાવી દઈએ કે જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સાંજે 5.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.35 કલાકે જામનગર પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી સવારે 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.
જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નં. 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બરથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે.
ટ્રેનના ભાડાની વાત કરીએ તો તે રૂ.955થી 1985, જામનગરથી અમદાવાદ માટે ચેરકારનું ભાડું રૂ. 955 અને એક્ઝક્યુટીવ ચેર કલાસનું ભાડું રૂ. 1790 રાખવામાં આવ્યું છે. જયારે અમદાવાદથી જામનગર આવવા માટે ચેર કલાસનું ભાડું રૂ.1120 અને એક્ઝીક્યુટીવ કલાસનું ભાડું રૂ. 1985 છે.
નારીશક્તિના સંકલ્પબળે સૌરાષ્ટ્રની ગતિશક્તિ વધારતી સૌરાષ્ટ્રની પ્રથમ #VandeBharatExpress માં મુસાફરીના એક નારી તરીકેના ગૌરવ સાથે હાલાર અને સોરઠ ધરા પર આ વિશ્વાસ વરસાવવા બદલ આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીનો ખૂબ ખૂબ આભાર. @AshwiniVaishnaw @DarshanaJardosh pic.twitter.com/YEcx4fLN5n
— Poonamben Maadam (@PoonambenMaadam) September 24, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
