NGT દ્વારા મોરબીના સિરામિક એકમોને મોટો ઝટકો, ભરવો પડશે 122 કરોડનો દંડ
મોરબીના સિરામિક ઉદ્યોગ જગત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પર્યાવરણીય નુકસાનના વળતર (EDC) પેટે ફટકારવામાં આવેલા કરોડોના દંડ મામલે રજૂ કરવામાં આવેલી 337 એકમોની અરજી ટ્રિબ્યુનલે સદંતર ફગાવી દીધી છે.

આ સમગ્ર વિવાદની વિગત મુજબ, મે 2025માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા વિસ્તારના કુલ 606 સિરામિક એકમોને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કોલ ગેસિફાયરના અનધિકૃત ઉપયોગના કારણે પર્યાવરણને મોટું નુકસાન થયું છે, જેના બદલે 122.05 કરોડનો દંડ લાદવામાં આવ્યો હતો.
GPCBના આ કડક આદેશ સામે મોરબી અને વાંકાનેરના અંદાજે 337 જેટલા પ્રદૂષણ ફેલાવતા એકમોએ રાહત મેળવવા માટે NGTના દ્વાર ખખડાવ્યા હતા.
જોકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ઉદ્યોગકારોની દલીલો માન્ય રાખી નથી અને હવે આ તમામ એકમોએ ફરજિયાતપણે દંડની રકમની ચુકવણી કરવી પડશે તેવું સ્પષ્ટ બન્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
