વાવાઝોડા વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની, યાત્રીઓનો બચાવ
એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા પર વાવાઝોડા બિપરજોયની દસ્તક થઈ રહી છે તો બીજી તરફ વાવાઝોડા વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની છે. સારા સમાચાર એ છે કે યાત્રીઓનો બચાવ થયો છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, વાવાઝોડા વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595 અચાનક ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી.ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ઘટનાને લઈને ઈન્ડિગોએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ફ્લાઈટ બેંગ્લોરથી અમદાવાદ આવી રહી હતી. આ દરમિયાન ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની. ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, 11 જૂને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટના લેન્ડિંગ દરમિયાન પાછળનો ભાગ જમીન સાથે અથડાયો હતો. સારી વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહોતા.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કોઈપણ ફ્લાઇટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર ત્યારે બને જ્યારે ટેક-ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટનો પાછળનો ભાગ જમીન અથવા અન્ય કોઈ સ્થિર પદાર્થ સાથે અથડાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
