Gujarat Weather Forecast: આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather Forecast: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જોતાં સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ચોક્કસ વિસ્તારોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને, આગામી 24 કલાકમાં વરસાદ 'ભુક્કા બોલાવશે' તેવી આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર અને નાગરિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જોતાં સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ચોક્કસ વિસ્તારોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર
આવતીકાલે રાજ્યમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિ ખૂબ જ ભારે વરસાદની બની શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ - સુરત, નવસારી, વલસાડ અને ડાંગ - તથા કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીને રેડ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર
સૌરાષ્ટ્રના મહત્ત્વના જિલ્લાઓ જેવા કે અમરેલી અને ભાવનગર માટે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મહાનગર અમદાવાદમાં પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે.
તંત્રએ લોકોને સુરક્ષિત રહેવા સૂચના આપી
આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો જેમ કે ભરૂચ, નર્મદા, ડાંગ, દમણ, તાપી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં આ વરસાદી માહોલ એવા સમયે સર્જાયો છે જ્યારે નવરાત્રિનો મહાપર્વ નજીક છે. હવામાનની આ સ્થિતિને જોતા, નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓનો ખેલ બગાડશે તેવી શક્યતા છે. તંત્રએ લોકોને સુરક્ષિત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા સૂચના આપી છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી
ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિકલાક અને ઝાટકાનો પવન 60 kmph સુધી પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરામાં આવી છે. ત્યાર બાદનાં રવિવારથી 5 દિવસ માટે સમગ્ર ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટેની ભલામણ છે.
રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના
રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન છૂટાછવાયા સ્થળો પર મધ્યમ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિકલાક રહેવાની આગાહી કરાઇ છે. જેના કારણે ન માત્ર વરસાદ પરંતુ પવન પણ ખેલૈયાઓની મજા બગાડશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
