Gujarat Weather: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની આગાહી
આગામી દિવસોમાં રાજ્યના મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેવાની સંભાવના છે.

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ 7 અને 8 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું ધીમું પડી ગયું છે અને હવે તે ડીપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હાલમાં આ વાવાઝોડું દ્વારકા અને નલિયાથી લગભગ 990 કિલોમીટર દૂર છે, તેથી ગુજરાત પર તેની કોઈ મોટી કે ગંભીર અસર થવાની સંભાવના નથી. જોકે, આ સિસ્ટમની આડઅસરરૂપે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી દિવસોમાં રાજ્યના મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેવાની સંભાવના છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ જળવાઈ રહેશે. જોકે, હવામાનની આ સ્થિતિ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ બદલાયેલા વાતાવરણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગે સોમવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 8 ઓક્ટોબર સુધી આખા રાજ્યમાં ક્યાંક અમુક સ્થળે તો ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 9મી ઓક્ટોબરથી વરસાદનું જોર ઘટી શકે છે. આ તારીખે કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વરસાદી માહોલ અને દરિયામાં પવનની ગતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે. આગામી 5 દિવસ સુધી કોઈપણ માછીમારે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
