Gujarat Weather: રાજ્યમાં આજે દશેરાના દિવસે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: ચોમાસું ગુજરાતમાંથી જવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આજે ગુરુવારે દશેરાના દિવસ માટે હવામાન વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain: ગુજરાતમાં જોત જોતામાં નવરાત્રી પુરી થઈ ગઈ છે. નવરાત્રીના છેલ્લા દિવસોમાં વરસાદથી ખલેલ પહોંચી હતી. જોકે, એકંદરે નવરાત્રી જોરદાર રહી છે. હજી પણ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસું ગુજરાતમાંથી જવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આજે ગુરુવારે દશેરાના દિવસ માટે હવામાન વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, કચ્છ, મોરબી, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગ પ્રમાણે આજે ગુરુવારના દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જયારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 1થી 7મી ઓક્ટોબર સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં પહેલી અને બીજી તારીખે જ ભારે વરસાદની આગાહી છે. તે બાદ સાતમી તારીખ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
