ગુજરાત દેવાના ડુંગર નીચે, રાજ્યનું કુલ દેવું 3.99 લાખ કરોડને પાર
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જાહેર દેવા અંગેના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. સરકારના લેખિત જવાબ મુજબ, રાજ્યનું કુલ બાકી જાહેર દેવું હવે રૂ. 3,99,633 કરોડ પર પહોંચ્યું છે.
રાજ્ય સરકારે વર્ષ 2000-01 થી 2024-25 ના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર પાસેથી વિવિધ લોન લીધી છે. આ કેન્દ્રીય દેવું 7 થી 50 વર્ષની લાંબી મુદત માટે લેવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે.

વધુમાં, સરકારે N.S.S.F. લોન વર્ષ 1999-00 થી 2015-16 દરમિયાન 10 થી 25 વર્ષની મુદત માટે લીધેલી છે. વિકાસ કાર્યો માટે નાણાકીય સંસ્થાઓ અને બજારમાંથી પણ લોન લેવામાં આવી હોવાનો સ્વીકાર કરાયો છે.
દેવાની ચુકવણી અંગે જોઈએ તો, વર્ષ 2023-24માં કેન્દ્રીય દેવાનું રૂ. 510 કરોડ વ્યાજ અને રૂ. 1177 કરોડ મુદ્દલ ચૂકવાયું છે. જ્યારે વર્ષ 2024-25માં રૂ. 579 કરોડ વ્યાજ અને રૂ. 835 કરોડ મુદ્દલની ચુકવણી થઈ છે.
N.S.S.F. લોન પેટે વર્ષ 2023-24માં કુલ રૂ. 2390 કરોડનું વ્યાજ અને રૂ. 3629 કરોડનું મુદ્દલ ચૂકવવામાં આવ્યું છે. ચાલુ વર્ષ 2024-25માં પણ રૂ. 2038 કરોડ વ્યાજ અને રૂ. 3629 કરોડ મુદ્દલ પેટે અપાયા છે.
બજાર લોનના વ્યાજની રકમ સૌથી વધુ છે, જેમાં વર્ષ 2023-24માં રૂ. 21,305 કરોડ વ્યાજ પેટે ચૂકવવામાં આવ્યા છે. આ સાથે જ ગત વર્ષે બજાર લોનનું રૂ. 18,551 કરોડનું મુદ્દલ પણ સરકારે પરત કર્યું છે.
વર્ષ 2024-25ના આંકડા મુજબ બજાર લોન પર રૂ. 22,440 કરોડ વ્યાજ અને રૂ. 21,922 કરોડ મુદ્દલ ચૂકવાયું છે. આમ, રાજ્યના બજેટનો મોટો હિસ્સો દેવા અને વ્યાજની ભરપાઈ કરવામાં જઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
