Gujarat New Cabinet: નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ, ટૂંક સમયમાં મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી થશે
Gujarat New Cabinet 2025: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ આજે (17 ઓક્ટોબર) પૂર્ણ થતાંની સાથે જ રાજ્યનું રાજકારણ હવે ખાતાઓની ફાળવણી પર કેન્દ્રિત થયું છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કુલ 21 મંત્રીઓએ શપથ લીધા છે.

પ્રથમ કેબિનેટ બેઠક શરૂ
શપથવિધિ પૂર્ણ થયા બાદ તરત જ ગુજરાતના નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમાં પોર્ટફોલિયોની અંતિમ ફાળવણી પર મહોર મારવામાં આવશે અને ટૂંક સમયમાં જ મંત્રીઓને તેમના વિભાગોની જવાબદારી સોંપવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી
અગાઉ રાજ્ય કક્ષાના મંત્રી રહેલા હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવતાં હવે રાજ્યના ગૃહ, નાણાં, શિક્ષણ, ઉદ્યોગ અને શહેરી વિકાસ જેવા મહત્ત્વના વિભાગોમાં મોટા ફેરફારો નિશ્ચિત બન્યા છે.
મંત્રીમંડળનું કદ
નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કુલ 26 સભ્યોનો સમાવેશ થાય છે.
આમાં, કેબિનેટ કક્ષાના 8 મંત્રી
રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) 3 મંત્રી
રાજ્ય કક્ષાના 13 મંત્રી
નોંધનીય છે કે ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી અને કનુ દેસાઈએ શપથ લીધા નહોતા, કારણ કે તેમનો અગાઉનો મંત્રીપદનો દરજ્જો યથાવત્ રાખવાનું નક્કી કરાયું હતું.
સચિવાલયમાં નેમ પ્લેટ બદલવાની કામગીરી
ગાંધીનગરના સચિવાલયમાં રાજકીય ફેરફારની અસર તાત્કાલિક જોવા મળી રહી છે. હાલમાં મંત્રીઓની જૂની નેમ પ્લેટ બદલવાની કામગીરી ચાલી રહી છે. માહિતી મુજબ, કુંવરજી બાવળિયા અને કનુ દેસાઈની જૂની નેમ પ્લેટ હટાવી દેવામાં આવી છે. ખાતા ફાળવણી બાદ નવી નેમ પ્લેટ લગાવવામાં આવશે, જેમાં તેમના પોર્ટફોલિયોની વિગતો હશે.
ગુજરાતનું નવું મંત્રીમંડળ (સંક્ષિપ્ત યાદી):
હોદ્દો - મંત્રીનું નામ
મુખ્યમંત્રી - ભૂપેન્દ્ર પટેલ
નાયબ મુખ્યમંત્રી - હર્ષ સંઘવી
કેબિનેટ મંત્રીઓ - ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા, રમણ સોલંકી
રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) - ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરિયા, મનીષા વકીલ
રાજ્ય કક્ષાના મંત્રી - ઓપરસોત્તમ સોલંકી, કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર, રિવાબા જાડેજા
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
