ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ઓક્ટોબરનો પગાર દિવાળી પહેલા ચૂકવાશે
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ વખતે દિવાળી બમણી ખુશી લઈને આવી છે. ગુજરાત સરકારે ઓક્ટોબર-૨૦૨૫ માસનો પગાર અને પેન્શન નિયત સમય કરતાં વહેલો ચૂકવવાની જાહેરાત કરી છે.

સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને તેમના પગાર અને ભથ્થાં તે મહિના પછીના મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન મળે છે. જો કે, આ વર્ષે ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દિવાળીનો તહેવાર હોવાથી સરકારે કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે પગલું ભર્યું છે.
સરકારના પરિપત્ર અનુસાર, ઓક્ટોબર-૨૦૨૫ માસના પગાર-ભથ્થાં અને પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે તારીખ ૧૪.૧૦.૨૦૨૫, ૧૫.૧૦.૨૦૨૫ અને ૧૬.૧૦.૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે. એટલે કે, કર્મચારીઓના ખાતામાં દિવાળીના તહેવાર પહેલા જ રકમ જમા થઈ જશે.
આ નિર્ણય માત્ર રાજ્ય સરકારના નિયમિત કર્મચારીઓ કે પેન્શનરો પૂરતો સીમિત નથી, પરંતુ તેનો લાભ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ અને કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓને પણ મળશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
