Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આવતીકાલે યોજાશે શપથવિધિ, જાણો વધુ વિગત
Gandhinagar: ગુજરાતના રાજકારણ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરફાર શુક્રવાર, તારીખ 17 ઓક્ટોબરના રોજ સવારે 11:30 કલાકે યોજવામાં આવશે. આ શપથવિધિ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જેઓ હાલમાં હરિયાણામાં હતા, તેઓ પણ આ સમારોહ માટે આજે બપોર પછી જ ગાંધીનગર પરત ફરશે.
કેબિનેટ વિસ્તરણની અંદરની વાત: કોને પડતા મુકાશે?
મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે કે, હાલના નવથી વધુ મંત્રીઓને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે. આથી, આજે તેમના રાજીનામા લેવામાં આવશે. ત્યારબાદ 12થી વધુ ધારાસભ્યોને મંત્રી તરીકે ફરજ અને જવાબદારીના શપથ લેવડાવાશે.
દિલ્હીમાં PM નિવાસસ્થાને પાંચ કલાકની મેરેથોન બેઠક બાદ આખરે મંત્રીમંડળના વિસ્તરણનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
તમામ ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ
રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે બુધવારે સાંજે વિધાનસભામાં શાસક પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડકો દ્વારા ભાજપના તમામ ધારાસભ્યોને ફોન કરીને કડક સૂચના આપવામાં આવી છે. ધારાસભ્યોને 16મી ઓક્ટોબર (ગુરુવાર) અને 17મી ઓક્ટોબર (શુક્રવાર) એમ બે દિવસ ગાંધીનગરમાં જ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે, જે સૂચવે છે કે કોઈ પણ ધારાસભ્યને ગમે ત્યારે બોલાવી શકાય છે.
મંત્રીમંડળનું કદ અને સમીકરણ
CM ભૂપેન્દ્ર પટેલ આજે બપોર પછી મુંબઈથી પરત ફર્યા બાદ રાજ્યપાલને મળીને બરતરફ થતા મંત્રીઓના રાજીનામા અને પદનામિત મંત્રીઓના નામોની અંતિમ સૂચિ સોંપી શકે છે. બંધારણ મુજબ, મુખ્યમંત્રી સહિત મંત્રી પરિષદનું કદ મહત્તમ 27 મંત્રીઓનું રહી શકે છે. હાલમાં સરકારમાં 16 મંત્રીઓ છે. વિસ્તરણ પછી, નવા મંત્રીઓ અને વિધાનસભાના અન્ય છ મહત્ત્વના પદો ઉમેરતાં, ભાજપના કુલ 162 ધારાસભ્યોમાંથી પ્રત્યેક છઠ્ઠા કે સાતમા ધારાસભ્યને મંત્રી અથવા તેના સમકક્ષ પદ મળવાની શક્યતા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
