Godhra Demolition : ગોધરાના સિગ્નલ ફળિયામાં સરકારી જમીન પરના 35 ગેરકાયદે બાંધકામો દુર કરાયા
Godhra Demolition : ગુજરાતમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ વચ્ચે ગોધરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણો પર વહીવટીતંત્રે બુલડોઝર ચલાવ્યુ છે.
ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલી નાગા તલાવડી નજીકની સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની મેગા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, નાગા તલાવડી વિસ્તારમાં સરકારી માલિકીની જમીન પર અસામાજિક તત્વો દ્વારા આશરે 35 જેટલા કાચા તેમજ પાકા મકાનો બનાવીને ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આ તમામ ગેરકાયદે દબાણોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહી દરમિયાન એક મહત્વની બાબત સામે આવી છે કે, આ વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરનારાઓમાં એવા આરોપીઓનો પણ સમાવેશ થાય છે જેમણે ગત માર્ચ માસમાં ગોધરાના ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ કરી ચોરીનો ગુનો આચર્યો હતો.
વહીવટી તંત્રે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામોને પણ નિશાન બનાવીને કડક સંદેશ આપ્યો છે. દબાણ હટાવવાની આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ ડિમોલેશનની કામગીરીમાં ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ અને મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) સહિતના વિવિધ સરકારી વિભાગો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
