છેલ્લા બે વર્ષમાં 17.87 લાખથી વધુ મુલાકાતીઓએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી
ગુજરાતનું ગૌરવ ગણાતા શાસણગીર અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં અહીં 17.87 લાખથી વધુ પર્યટકોએ સિંહોનું દીદાર કર્યું હોવાની સત્તાવાર માહિતી મળી છે.
વિધાનસભા ગૃહમાં વન મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2024માં કુલ 8,59,262 પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને 9,28,416 પર પહોંચી જતા ગીરની લોકપ્રિયતા વધી છે.

પ્રવાસનની સાથે રાજ્ય સરકારની આવકમાં પણ મસમોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષમાં પર્યટકોના આગમનથી વન વિભાગને અંદાજે 35 કરોડ રૂપિયા જેટલી માતબર આવક પ્રાપ્ત થઈ છે.
વર્ષ 2024માં સફારી માટે 1.45 લાખ પરમિટ ઇશ્યૂ કરાઈ હતી, જેમાંથી 16.66 કરોડની કમાણી થઈ હતી. વર્ષ 2025માં પરમિટની સંખ્યા 1.54 લાખ થતા સરકારને 17.98 કરોડ રૂપિયાની આવક થઈ છે.
ગીર અભયારણ્યમાં એશિયાટિક લાયન્સને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ગુજરાતનું ઈકો-ટુરિઝમ ક્ષેત્ર સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
