દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી, જાણો કયા જિલ્લામાં વરસાદનું જોર વધારે રહેશે?
ગુજરાતમાં દિવાળીના તહેવારની શરૂઆત વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે.
20 ઓક્ટોબરથી શરૂ કરીને 22 ઓક્ટોબર સુધી, દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એટલે કે માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઓક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.
21 ઓક્ટોબરે મંગળવારે, દિવાળીના મુખ્ય દિવસે, દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તહેવારના દિવસે વરસાદના કારણે લક્ષ્મી પૂજન અને ફટાકડાની મજા બગડી શકે છે.
22 ઓક્ટોબરે બુધવારે પણ નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના અન્ય ભાગો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું રહેવાની આગાહી છે. આ વાદળછાયા વાતાવરણના કારણે સામાન્ય તાપમાનમાં ઘટાડો અનુભવાશે અને વહેલી સવારે અને રાત્રે ઠંડક વર્તાશે.
તહેવારની સિઝનમાં હવામાનમાં આવેલા આ બદલાવને ધ્યાનમાં રાખીને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકોએ પોતાની દિવાળીની તૈયારીઓ અને ઉજવણીની યોજનામાં ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોને પણ માવઠાને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
