જામીન બાદ પણ ત્રણ વર્ષ સુધી યુવકને જેલમાં રખાયો, હવે મળશે અધધ વળતર
અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 27 વર્ષીય યુવકની સજાને સ્થગિત કરી 2020માં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ જેલ પ્રશાસને ટપાલ ખોલી ન હતી, અને યુવકને ત્રણ વરસ જેલમાં પસાર કરવા પડ્યા હતા.
હાઈકોર્ટે જેલ પ્રશાસનની આ બેદરકારી સામે વ્યક્ત કર્યું આશ્ચર્ય - જેલ પ્રશાસનની બેદરકારી સામે આશ્ચર્ય વ્યક્ત કરતા ગુજરાત હાઈકોર્ટે આ કૃત્ય બદલ ઠપકો આપ્યો છે. તેમણે રાજ્ય સરકારને આરોપી યુવકને 1 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે.

અત્રે નોંધનીય છે કે, ચંદનજી ઠાકોરને ટ્રાયલ કોર્ટે હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. 2020માં ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ દ્વારા સજાને સ્થગિત કરી અને તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, અને આદેશની નકલ જેલ પ્રશાસનને મેઇલ દ્વારા મોકલી આપવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારીને કારણે આવું કર્યું હતું.
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જેલ પ્રશાસને જણાવ્યું હતું કે, તેણે સેશન્સ કોર્ટની રજિસ્ટ્રી બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલા મેઈલ સાથે આવેલું એટેચમેન્ટ જોયું ન હતું. જેના કારણે ઠાકોરને વધારાના ત્રણ વર્ષ જેલવાસ ભોગવવો પડ્યો હતો.
આ બાબતે હાઈકોર્ટે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, ઠાકોરને મુક્ત કરવામાં આવ્યો હતો. તે તેની સ્વતંત્રતાનો આનંદ માણી શક્યો હોત, પરંતુ તેને જેલમાં રહેવાની ફરજ પડી હતી. આ કિસ્સો ન્યાય તંત્ર માટે આંખ ખોલનારો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
