દેશમાં ટૂંક સમયમાં બનશે સેમીકન્ડક્ટર, માઇક્રોન અને ગુજરાત સરકાર વચ્ચે થશે MOU
અમેરિકન કંપની સ્ટોરેજ ચિપ નિર્માતા માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે બુધવારના રોજ અમદાવાદ જિલ્લાના સાણંદમાં સેમીકન્ડક્ટર અસેમ્બલી અને પરિક્ષણ સુવિધા માટે એક મેમોરેન્ડમ ઓફ અડરસ્ટેન્ડિગ પર હસ્તાક્ષર કરશે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંગળવારના રોજ આ માહિતી આપી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બુધવારની સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કરાર કરવામાં આવશે.

અમેરિકન ચિપ નિર્માતા કંપની દ્વારા 22 જૂનના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, તે ગુજરાતમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટી સ્થાપશે. આ કામ માટે લગભગ 22,540 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ અગાઉ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે વર્ષ 2023 માં શરૂ થવાની અપેક્ષા છે.
આ અગાઉ ટેલિકોમ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમેરિકન કંપની માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં આવતા વર્ષે ડિસેમ્બરથી ચિપનું ઉત્પાદન શરૂ થશે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, ટીવી, ફ્રિજ, સ્માર્ટ ફોન, ઈલેક્ટ્રિક વ્હીકલ અને ડિફેન્સ સેક્ટર જેવી કન્ઝ્યુમર ગૂડ્ઝને મોટો ફાયદો થશે અને દેશમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદનથી નવી નોકરીઓનું સર્જન થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
