IND VS PAK : મેચ રદ્દ થઇ તો દર્શકોને પડશે કરોડોનો ધુંબો, હોટેલને થશે લ્હાણી
ODI વર્લ્ડ કપના એકંદર શેડ્યૂલમાં ફેરફાર થાય, તેવી શક્યતા છે. જેમાં BCCI ટુર્નામેન્ટની સૌથી હાઇ-પ્રોફાઇલ મેચ - Ind vs pakની મેચ અમદાવાદમાં 15 ઓક્ટોબરના રોજ રમાવાની છે. 15 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થશે. આ સાથે આ દિવસે પહેલું નોરતું પણ છે, જે કારણે ગુજરાત પોલીસ દ્વારા BCCIને રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે, 15 ઓક્ટોબરના રોજ પહેલું નોરતું છે. જેથી આ દિવસે સુરક્ષાનું ધ્યાન રાખવું અતિ મુશ્કેલ બની રહેશે. BCCIએ આ મુદ્દે ICC ને ચેતવણી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.

આજે BCCI આ મુદ્દે બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં BCCI સેક્રેટરી જય શાહ આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો આ મેચની તારીખોમાં ફેરફાર થાય છે, તો દર્શકોને આની અસર સૌથી વધુ અસર જોવા મળે છે. આજની બેઠકમાં તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવે તો હોટલ કે BCCIને કોઇ નુકસાન નહીં થાય પણ તેની સૌથી વધુ ક્રિકેટપ્રેમીઓને થશે.
15 ઓક્ટોબરના રોજ યોજાનારી IND VS PAKની મેચ માટેની ટિકિટ બૂક થઇ ગઇ છે. અમદાવાદની મોટાભાગની હોટલ્સમાં 14 અને 15 ઓક્ટોબર માટે બુક થઇ ગઇ છે.
રૂમ બુક કરવાના નામે OneIndia ના પત્રકાર હરદેવ રાઠોડ દ્વારા આ અંગેની માહિતી મેળવા માટે વિવિધ હોટલમાં ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે, આ દિવસે લગભગ હોટલ બુક થઇ ગઇ છે. જેમાં 14-15 હજારથી 5 લાખ સુધીના ભાડા ચૂકવવા પડશે, જે નોન રિફન્ડેબલ રહેશે. જેથી મેચ રદ્દ થાય કે તારીખમાં ફેરફાર થાય તો આ પૈસા તેમને પરત મળશે નહીં.
મેરયટ કોટયાર્ડ અમદાવાદ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, ચેક-ઇન તારીખ : 15/10/23 થી ચેક-આઉટ તારીખ: 16/10/23 જેમાં એક રાત્રિ રોકાણનો સમાવેશ થાય છે, જેમાં એક મહેમાનને ડીલક્સ રૂમ માટે 60,000 રૂપિયા ઉપરાત 18 ટકા ટેક્સ ચુકવવો પડશે.( નોંધ - INR 7499 સુધીના ટેરિફ પર 12 ટકા કર લાગશે અને INR 7500 થી ઉપરના ટેરિફ પર 18 ટકા કર લાગુ પડશે) આ બુકિંગ સમયે 100 ટકા એડવાન્સ ચુકવવાનું રહેશે, આ રકમ રિફંડેબલ નથી. એટલે કે બુકિંગ કેન્સલ કરવા પર સંપૂર્ણ રકમ જતી કરવાની રહેશે.
એક હોટલના મેનેજરે જણાવ્યું હતું કે, મોટી ઇવેન્ટથી બહોળી આવક થઇ શકે છે, તેવી આશા રાખવામાં આવી રહી છે. જો મેચ રદ્દ થાય, તો એ આશા પર પાણી ફરી વળે છે. આ મેચને કારણે જે આવક થવાની હતી એ નહી થાય. જો મેચ રદ્દ થાય છે, અથવા મેચની તારીખોમાં ફેરફાર થાય છે, તો તારીખોમાં ફેરફાર કરી શકાય છે અથવા તો અન્ય રાહત આપવામાં આપી શકાય છે.
અમદાવાદની વિવિધ હોટલ પાસેથી મળતી માહિતી અનુસાર, નોવોટેલ હોટલમાં બુકિંગ ફુલ થઇ ગયું છે. જેમાં ભાડું 90 હજારથી શરૂ થાય છે, જે નોનરિફેન્ડેબલ છે. ડબલ ટ્રી હોટલમાં બુકિંગ બંધ થઇ ગયું છે. આ સાથે લેમન ટ્રી પ્રિમિયરમાં બુકિંગ ફુલ હોય છે. જેમાં ભાડું 60 હજારથી શરૂ થાય છે. રેડિશન બ્લુ હોટલમાં બુકિંગ ફુલ છે. જેમાં 1 લાખથી ભાડું શરૂ થાય છે, આ સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડશે. જે નોન રિફન્ડેબલ છે.
પ્રાઇડ પ્લાઝા હોટલમાં પણ ભાડું 1 લાખથી શરૂ થાય છે, જે નોન રિફન્ડેબલ છે. આ હોટલમાં બે દિવસ માટે બુકિંગ કરવું પડશે, તેમ હોટલના કર્મચારીએ જણાવ્યું હતું. જોકે, મોટાભાગે તમામ હોટલમાં બુકિંગ લગભગ ફુલ છે. વેલકમહોટલમાં પણ બે દિવસ માટે બુકિંગ કરાવવું પડશે. જેમાં બે દિવસનું ભાડું 1 લાખથી શરૂ થાય છે. જે નોન રિફન્ડેબલ છે. વિવાંતા હોટલમાં બુકિંગ ફુલ જોવા મળી રહ્યું છે. જેમાં 50 હજારથી 3 લાખ સુધીનું ભાડું છે, જે નોન રિફન્ડેબલ છે. (ઉલ્લેખનીય છે કે, આ ભાડું 15 ઓક્ટબરનું છે, જેમાં ટેક્સ સમાવિષ્ટ નથી)
ઉલ્લેખનીય છે કે, આવી કોઇ મોટી ઇવેન્ટ દરમિયાન હોટલના ભાવ આસમાને પહોંચી જાય છે. આ ભાગ વધારાને નિયંત્રણમાં સરકાર રાખી શકતી નથી. આ ભાવ વધારો સરકારની રહેમ નઝર હેઠળ જ ચાલે છે. કારણ કે, આ તમામ હોટલ આ ભાવ વાધારાના ચાર્જ સાથે ટેક્સ પણ લે છે. જેનો અર્થ એ છે કે, સરકારને આ ભાવ વધારાની જાણ છે અને તેમાંથી ટેક્સની આવક મેળવે છે.
અત્રે નોંધનીય છે કે, ભારત દેશમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારાને નિયંત્રણ કરવાની સિસ્ટમ નથી. જે કારણે શિક્ષણ, હોસ્પિટલ, હોટલ જેવી સેવામાં ભારે અસમાનતાઓ જોવા મળી જાય છે. જો સરકાર ભાવ વધારાને નિયંત્રણ કરવાની સિસ્ટમ ઉભી કરવામાં આવે તો સામાન્ય જનતાને મોંઘવારીના મારથી બચાવી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
