Gujarat Rain: વીજળી પડવાથી મૃત પામેલા લોકોને ગુજરાત સરકાર આપશે આર્થિક મદદ
Gujarat Rain: કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ઘણી જાનહાનિ થઇ છે. રાજ્ય સરકાર દ્વારા વીજળી પડવાના કારણે મોત થવાના કિસ્સામાં તપાસ બાદ આર્થિક સહાય આપવાની તૈયારી શરૂ કરી દેવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે.
પોતાના જાપાન પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના અધિકારીઓ સાથે આ અંગે સંબંધમાં જાણકારી મેળવવા માટે આદેશ આપ્યા છે. રવિવારના રોજ રાજ્યમાં વીજળી પડવાના કારણે 24 લોકોના મોત થયા છે.

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ હતો. જુદા જુદા વિસ્તારોમાં મુશળધાર વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓમાં 24 લોકોના મોત થયા છે. આ દરમિયાન 23 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે.
એક તરફ ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ વીજળી પડવાથી મૃત્યુ થતાં ખેડૂત પરિવારો નિરાધાર બન્યા છે.
મળતી માહિતી મુજબ, દાહોદમાં વીજળી પડવાથી 4, ભરૂચ અને બનાસકાંઠામાં 3-3, તાપીમાં 2, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, તાપી, ખેડા, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા અને સુરતમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
71 પશુઓ પણ મૃત્યુ પામ્યા - રાજ્યમાં વીજળી પડવાથી 71 પશુઓના પણ મોત થયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, આણંદ, પાટણ, પંચમહાલ, બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1, દાહોદમાં 3, ભરૂચ, સુરત, તાપીના સોનગઢમાં 2-2 પશુઓના મોત થયા છે. જ્યારે ખેડામાં સૌથી વધુ 15 પશુઓના મોત થયા છે.
રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર - રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને સહાયની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં શનિવારના રોજ કમોસમી વરસાદના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વિસ્તારોમાં જીરુંનું બમ્પર વાવેતર થયું છે. વરસાદથી જીરાના પાકને નુકસાન થયું છે. લવિંગજી ઠાકોરે તેમના પત્રમાં રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં ખેતીને થયેલા વ્યાપક નુકસાનની માહિતી આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે







Click it and Unblock the Notifications
