CONFIRM: આ 10 મહેમાનોનું સ્વાગત કરશે સલમાન
સલમાન ખાનના રીઆલીટી શો બીગબોસ-9ને લઇને ધીરેધીરે તમામ અટકળો પૂર્ણ થઇ રહી છે. જો કે શોને લઇને ઘણી અફવાઓ ઉડી રહી છે, પણ હવે આ તમામ અફવાઓની વચ્ચે 13માંથી 10 પ્રતિયોગીઓના નામ ફાઇનલ થઇ ચૂક્યા છે. એટલે કે આ 10 પ્રતિયોગી સલમાન ખાનની યજમાનીનો લુફ્ત ઉઠાવશે.
આવો હાલમાં આપણે એ 10 પ્રતિયોગીઓ વિશે જાણી લઇએ.

અંકિત ગેરા
અંકિત ગેરા પ્રતિજ્ઞા, સપને સુહાને લડકપન કે, અમૃત મંથન જેવી ઘણી સિરિયલ્સમાં જોવા મળ્યાં છે. તેમને ટીવી સ્ક્રીનના લવર બોય કહેવામાં આવે છે. અને તેમના અફેર્સની કોઇ ગણતરી નથી.

અરમાન જૈન
અરમાન "કપૂર" ખાનદાનનો દીકરો છે. રણબીર, કરીના, અને કરીશ્માનો કઝીન છે. તેનું ફિલ્મ ડેબ્યુ લેકર હમ દિવાના દિલ દ્વારા થઇ ચૂક્યું છે.

અર્શી
અર્શી હાલમાં જ એક પાકિસ્તાની ક્રિકેટર સાથે સંબંધોને કારણે ઘણી ચર્ચામાં રહી છે. તો અન્ય એક રેકેટનો ભાંડાફોડ કરીને હાલમાં તે સમાચારોમાં છે.

માહી વીજ
કલર્સની સિરીયલ તુજસે લાગી લગનમાં નકુશાના પાત્રમાં નામના મેળવી ચૂકેલી માહી વીજે પણ બીગબોસ માટે હામી ભરી દીધી છે.

મયૂર વર્મા
મયૂર વર્મા ટીવી એક્ટર છે. સબ ટીવીની સિરીયલ જીની અને જુજુના રોલમાં ઘણું નામ કમાઇ ચૂક્યા છે.

મોહિત મલ્હોત્રા
સ્પિલ્ટઝવિલા અને રોડીઝ જેવા શોમાં નામના મેળવી ચૂકેલા મોહીતે તેની નામનાનો ઉપયોગ ઘણો કર્યો છે. મિતવા, બડે અચ્છે લગતે હો, જમાઈ રાજા જેવી સિરીયલ્સમાં તે જોવા મળે છે.

નિઝામ ખાન
બજરંગી ભાઇજાનમાં માત્ર એક સીને નિઝામ ખાનને ઘણું નામ કમાવી આપ્યું છે. અને હવે બીગબોસ તેમને એક ચોક્કસ સ્થાન પણ આપશે.

નક્ષત્ર બાગવે
નક્ષત્ર ગે રાઇટ્સ એક્ટીવીસ્ટ છે. સાથે જ ભારતનો પહેલો ગે એમ્બેસેડર પણ છે.

રૂપલ ત્યાગી
રૂપલ ત્યાગી સપને સુહાને લડકપન કેમાં ગુંજનના નામે જાણીતી છે. બીગ બોસમાં તે એક્સ બોયફ્રેન્ડ અંકિત ગેરાનો પણ સામનો કરશે.

સુનીલ ગ્રોવર
હવે ચુટકી ઘરમાં જઇને શું શું કમાલ બતાવશે તે તો અત્યારે ખબર નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
