કૅન્સમાં જ્યુરી મેમ્બર બની વિદ્યાએ આપી ઐશને માત

મુંબઈ, 24 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી મેમ્બર બની ઐશ્વર્યા રાયને માત આપી છે. કૅન્સની જ્યુરી માટે સામાન્ય રીતે ઐશ્વર્યાને મહત્વ અપાતું રહ્યું છે, પરંતુ આ વખતે ઐશ વિદ્યા કરતાં પાછળ રહી ગયાં છે. આ ફેસ્ટિવલ 15થી 26મી મે દરમિયાન યોજાશે.

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલના આ વખતના જ્યુરી મેમ્બરોમાં વિદ્યા ઉપરાંત હૉલીવુડના પ્રસિદ્ધ દિગ્દર્શક સ્ટીવન સ્પિલબર્ગ, જાપાની ફિલ્મ દિગ્દર્શક નાઓમી કૉસ, ઑસ્ટ્રેલિયન અભિનેત્રી નિકોલ કિડમૅન, લાઇફ ઑફ પાઇ જેવી ફિલ્મના તાઈવાની દિગ્દર્શક ઍંગ લી તથા ઑસ્ટ્રેલિયન અભિનેતા ક્રિસ્ટોફર વૉલ્ટ્ઝનો સમાવેશ થાય છે.

વિદ્યા બાલનને આ સફળતા અંગે બૉલીવુડના અનેક કલાકારોએ અભિનંદન પાઠવ્યાં છે. વિદ્યાને સતત ફિલ્મફૅરનો બેસ્ટ હીરોઇન ઍવૉર્ડ મળ્યાં છે. તેમણે પોતાના મૅચ્યોર અભિનયના કારણે બોલ્ડ રોલ કરી નેશનલ ઍવૉર્ડ પણ મેળવ્યાં છે. તેથી જ લોકો બૉલીવુડમાં વિદ્યાને ચોથા ખાન તરીકે જુએ છે કે જેઓ પોતાના બળે ફિલ્મો ચલાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X