Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકો પ્રેમ નહીં રૂપિયા માટે… નોરા ફતેહીએ બોલિવૂડના લગ્નોને ફેક ગણાવી ભડાસ કાઢી

બોલિવૂડની જાણીતી ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીએ બોલિવૂડના લગ્નોને ખોટા ગણાવ્યા છે. નોરાએ કહ્યું કે લોકો આ બધુ રૂપિયા માટે કરે છે.

નોરા ફતેહી તેની સુંદરતા અને ઉત્તમ ડાન્સ માટે જાણીતી છે. હાલમાં જ તેની ફિલ્મ માર્ગો એક્સપ્રેસ રિલીઝ થઈ છે. જો કે ફિલ્મને બહુ પ્રતિસાદ મળ્યો નથી.

nora fatehi

આ દરમિયાન અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું હતું. સાથે જ સેલેબ્સના લગ્નને લઈને ઘણા રહસ્યો જાહેર કર્યા.

રણવીર અલ્લાહબાદિયા સાથેની વાતચીત દરમિયાન નોરા ફતેહીએ બોલિવૂડ કપલ્સના રહસ્યો ખોલ્યા. અભિનેત્રીએ કહ્યું કે બોલિવૂડમાં તમામ કપલ્સ પોતાના પાર્ટનરની પ્રસિદ્ધિ અને પૈસાનો ઉપયોગ કરવા માટે લગ્ન કરે છે. નોરાએ દાવો કર્યો હતો કે કેટલાક કપલ માત્ર પ્રેમમાં હોવાનો ઢોંગ કરે છે.

નોરા ફતેહીએ કહ્યું કે, મેં ઈન્ડસ્ટ્રીમાં જોયું છે કે લોકો ફેમ મેળવવા લગ્ન કરે છે. લોકો તેમની પત્ની અથવા પતિનો પ્રેમ મેળવવા માટે નહીં પરંતુ ખ્યાતિ, પૈસા અને નેટવર્કિંગ માટે લગ્ન કરે છે. તેઓ મારી સાથે આ કરી શકતા નથી. એટલે જ તમે મને છોકરાઓ સાથે ફરતા કે ડેટિંગ કરતા જોતા નથી. પણ હું આ બધું મારી સામે થતું જોઉં છું.

નોરા ફતેહીએ આગળ કહ્યું કે, લગ્ન કરતા પહેલા આ લોકો વિચારે છે કે મારે લગ્ન કરવા જોઈએ જેથી હું પાવરમાં રહી શકું. પરંતુ એક છોકરો અને છોકરી આવું કરીને તેમનું જીવન બરબાદ કરી નાખે છે. તમે જેને પ્રેમ નથી કરતા તેની સાથે તમે કેવી રીતે લગ્ન કરી શકો?

નોરાએ કહ્યું કે, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો આ જ મૂર્ખતાભર્યા કામ કરી રહ્યા છે. તેઓ જાણતા નથી કે તેમની કારકિર્દી ક્યાં જવાનું છે, તેથી જ તેમને બેકઅપ પ્લાનની જરૂર છે. પ્લાન A, પ્લાન B અને પ્લાન C.

જણાવી દઈએ કે, નોરા ફતેહીનો જન્મ અને ઉછેર કેનેડામાં થયો છે. તેણે 2014માં ફિલ્મ રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો કે અત્યાર સુધી તેની કારકિર્દીમાં કોઈ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ નથી. ફિલ્મો ઉપરાંત નોરા ફતેહીએ ઝલક દિખલા જા સીઝન 10ને પણ જજ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X