સોનાક્ષી સિન્હાના લગ્નમાં કેમ સામેલ ના થયા ભાઈ લવ? એક સપ્તાહ પછી આપ્યો જવાબ, કહ્યુ - 'મારી સામે ખોટા...'
Sonakshi Sinha Zaheer Iqbal Wedding: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. 23 જૂનના રોજ, કપલે તેમના પરિવારના સભ્યોની હાજરીમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. જોકે, અભિનેત્રીનો ભાઈ લવ સિન્હા તેની એકમાત્ર બહેનના લગ્નમાંથી ગાયબ રહ્યો હતો.
સોનાક્ષી સિન્હાના લગ્નમાં ભાઈની ગેરહાજરી બધાએ ધ્યાનમાં લીધી. આ પછી લવ સિન્હા તેની બહેનના લગ્નમાં ન આવવાને કારણે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા હતા. જો કે, લાંબા સમય સુધી આ અંગે મૌન જાળવી રાખ્યા બાદ લવે કારણ જણાવ્યુ.

લવ સિંહાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું, 'મેં શા માટે ભાગ ન લેવાનો નિર્ણય કર્યો. ખોટા આધારો પર મારી સામે ઓનલાઈન ઝુંબેશ ચલાવવાથી એ હકીકત બદલાશે નહીં કે મારા માટે મારો પરિવાર હંમેશા પ્રથમ આવે છે. લવ સિંહાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે તેની બહેન સોનાક્ષી સિંહાથી નારાજ નથી.
અગાઉ, સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યુમાં લવ સિંહાએ કહ્યું હતું કે, "મારી બહેનને રાતોરાત સફળતા મળી, આવી સ્થિતિમાં તમે લોકોથી ઘેરાયેલા છો અને દરેક વ્યક્તિ પોતાના ફાયદા માટે આવે છે. હું મારી બહેનને વધુ કહી શકતો નથી, એને હું બહુ ટોકતો નથી કારણ કે મને લાગે છે કે તેનું પોતાનું જીવન છે, હું તમને ધ્યાનમાં રાખવાનું સૂચન કરી શકું છું કે કોણ સાચું છે અને કોણ ખોટું છે, કોઈ કૂવામાં કૂદવાની ના પાડી શકો પરંતુ જેણે કૂદવાનું છે તે કૂદી જ જશે.
તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા છેલ્લા 7 વર્ષથી ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. બંનેની પહેલી મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી. બંને પાર્ટીઓમાં ઘણી વખત સાથે જોવા મળ્યા છે, જોકે આ કપલે ક્યારેય તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો આ કપલે 2022માં જ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
