શાહરુખ માટે Lucky રહી છે દિવાળી : હૅપ્પી ન્યુ ઈયરને મળશે સફળતા?
શાહરુખ ખાનની વધુ એક ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર દિવાળીએ રિલીઝ થઈ છે. ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ 24મી ઑક્ટોબર, 2014ના રોજ રિલીઝ થઈ છે.
જેમ સલમાન ખાન સામાન્ય રીતે પોતાની ફિલ્મો ઈદ પ્રસંગે રિલીઝ કરતાં હોય છે, તેમ શાહરુખ ખાન સાથે પણ દિવાળીનું મિથક જોડાયેલું છે અને તેમની સફળ ફિલ્મોમાંની મોટાભાગની ફિલ્મો દિવાળીએ જ રિલીઝ થઈ હતી. તેમને બૉલીવુડમાં પ્રથમ મોટી સફળતા દિવાળએ જ અપાવી હતી અને એ ફિલ્મ હતી બાઝીગર કે જે 12મી નવેમ્બર, 1993ના રોજ રિલીઝ થઈ હતી. જોકે બાઝીગર અગાઉ દીવાના હિટ રહી હતી, પરંતુ દિલ આશના હૈ, ચમત્કાર, કિંગ અંકલ અને માયા મેમસાબ જેવી ફ્લૉપ ફિલ્મો પણ શાહરુખની યાદીમાં જોડાઈ ચુકી હતી, પરંતુ દિવાળીએ રિલીઝ થયેલી બાઝીગરે શાહરુખને નવો મુકામ અપાવ્યો.
આવો તસવીરો સાથે બતાવીએ શાહરુખ અને દિવાળીની સફળ જોડીની કહાણી :

બાઝીગર
શાહરુખ ખાન અને દિવાળીની સફળતાની કહાણી શરૂ થઈ ફિલ્મ બાઝીગર સાથે. આ ફિલ્મે જોરદાર સફળતા મેળવી અને શાહરુખ અને દિવાળીનું મિથક ઊભુ થયું.

ડીડીએલજે
બાઝીગર પછી શાહરુખ ખાનની વધુ એક ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પણ દિવાળીએ રિલીઝ થઈ. 20મી ઑક્ટોબર, 1995ના રોજ રિલીઝ થયેલી યશ રાજ ફિલ્મ્સની આ ફિલ્મે તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં. એટલું જ નહીં, રાજ મલ્હોત્રાના પાત્ર તરીકે શાહરુખ એટલા ગમ્યાં કે અનેક ફિલ્મોમાં તેઓ આ જ પાત્રને દોહરાવતા આવ્યાં છે.

દિલ તો પાગલ હૈ
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની સફળતાથી પ્રેરાઈ યશ રજા ફિલ્મ્સે માની લીધું કે શાહરુખ માટે દિવાળી શુભ છે. એટલે જ તેણે દિલ તો પાગલ હૈ ફિલ્મ 30મી ઑક્ટોબર, 1997ના રોજ દિવાળી પ્રસંગે રિલીઝ કરી અને આ ફિલ્મે લોકોને સાચે જ પાગલ બનાવી દીધાં.

કુછ કુછ હોતા હૈ
1998માં રિલીઝ થયેલી કુછ કુછ હોતા હૈ ફિલ્મે પણ શાહરુખ-દિવાળી-સફળતાના સંયોગને બળ આપ્યું.

મોહબ્બતેં
સને 2000માં આવેલી ફિલ્મ મોહબ્બતેં પણ દિવાળીએ રિલીઝ થઈ અને સફળ રહી.

વીર ઝારા
12મી નવેમ્બર, 2004ના રોજ દિવાળી પ્રસંગે શાહરુખ ખાનની વધુ એક ફિલ્મ વીર ઝારાએ પણ બૉક્સ ઑફિસે સફળતા હાસલ કરી.

ડૉન
જોકે અમિતાભ બચ્ચનની ડૉન ફિલ્મની રીમેક ડૉન પણ દિવાળી પ્રસંગે 20મી ઑક્ટોબર, 2006ના રોજ રિલીઝ થઈ, પણ તેને ધારી સફળતા નહીં મળી. છતાં ફિલ્મ ફાયદામાં રહી.

ઓમ શાંતિ ઓમ
દિવાળીએ લક્ષ્મીની કૃપા થતી જોઈ શાહરુખે પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મ ઓમ શાંતિ ઓમ પણ 9મી નવેમ્બર, 2007ના રોજ દિવાળી પ્રસંગે જ રિલીઝ કરી અને ધૂમ કમાણી કરી.

રા.વન
શાહરુખના કૅરિયર અને બૉલીવુડની સૌથી મોંઘી ફિલ્મ રા.વન પણ દિવાળીએ રિલીઝ થઈ હતી, પરંતુ તેને ધારી સફળતા નહીં મળી.

જબ તક હૈ જાન
યશ રાજ ફિલ્મ્સે શાહરુખ સાથેની ફિલ્મો દિવાળીએ રિલીઝ કરવાની પરમ્પરા જાળવી રાખી અને 13મી નવેમ્બર, 2012ના રોજ દિવાળી પ્રસંગે જબ તક હૈ જાન રિલીઝ થઈ. આ ફિલ્મ પણ સફળ રહી.

હૅપ્પી ન્યુ ઈયર
હવે શાહરુખ ખાનની વધુ એક ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર દિવાળીએ રિલીઝ થઈ છે. પોતાના હોમ પ્રોડક્શનની અને ફરાહ ખાન દિગ્દર્શિત ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરમાં શાહરુખ ઉપરાંત દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ અને વિવાન શાહ પણ લીડ રોલમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
