જામીન ન મળતા શાહરૂખ ખાન આર્યનને મળવા પહોંચ્યો આર્થર રોડ જેલ
બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં હાલ જેલમાં છે.
મુંબઈ : બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં હાલ જેલમાં છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ આર્યન ખાન વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આર્યન ખાનની જામીન અરજી બુધવારે (20 ઓક્ટોબર) ના રોજ ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ શાહરૂખ ખાન ગુરુવારે (21 ઓક્ટોબર) સવારે 9.30 કલાકે પુત્ર આર્યનને મળવા જેલ પહોંચ્યો હતો.

|
આર્યનની ધરપકડ બાદ શાહરૂખ પ્રથમ વખત જોવા મળ્યો હતો
શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યો હતો. શાહરૂખ જેલની બહાર બેઠેલી એક મહિલા અને અન્ય લોકોને હાથજોડીને અભિવાદન કરતો જોવા મળ્યો હતો. આર્યન ખાનને ડ્રગના કેસમાં કથિત જોડાણ માટે 2 ઓક્ટોબરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા અટકાયતમાં લેવામાંઆવ્યો હતો. શાહરૂખ તે સમયથી કેમેરાથી દૂર રહ્યો હતો.

આર્યન ખાને વધુ દિવસો જેલમાં વિતાવવા પડશે
મુંબઈની એક વિશેષ કોર્ટે બુધવારના રોજ ડ્રગ્સના કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન અને અન્ય બેને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો. આર્યને થોડા વધુ દિવસજેલમાં વિતાવવા પડશે. NCB એ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુમ ધામેચા સહિત 10 લોકોની નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS)એક્ટ હેઠળ ધરપકડ કરી છે.

2 ઓક્ટોબરના રોજ રેડ બાદ આર્યન ખાનની ધરપકડ કરાઇ હતી
મુંબઈ NCB ઝોનલ ઓફિસર સમીર વાનખેડેની આગેવાની હેઠળની NCB ટીમે 2 ઓક્ટોબરની સાંજે મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર રેડ કરી હતી. ક્રુઝ પર રેવ પાર્ટીથવાની હતી. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ આ ક્રૂઝ પર મળ્યો હતો. એનસીબીની ટીમે કથિત રીતે 21 ગ્રામ ચરસ, 13 ગ્રામ કોકેન, 5 ગ્રામ મેફેડ્રોન,એમડીએમએ (એક્સ્ટસી) ની 22 ગોળીઓ અને ક્રૂઝમાંથી 1.33 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
