આર્યન ખાનથી કેટલી મોટી છે તેની બ્રાઝિલીયન ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી? એજ ગેપ જાણીને ચોંકી જશો
Aaryan Khan Larissa Bonesi Age Gap: બૉલિવુડ કિંગ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. જોકે તે સોશિયલ મીડિયા પર બહુ ઓછી પોસ્ટ શેર કરે છે અને પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવાનું પસંદ કરે છે.
આર્યન ખાનનું નામ અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ તે ફરી એકવાર ડેટિંગના સમાચારોને કારણે ચર્ચામાં આવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો તે બ્રાઝિલની અભિનેત્રી લારિસા બોનેસીને ડેટ કરી રહ્યો છે. એક રેેડિટ યુઝરે તેમનો વીડિયો શેર કરીને દાવો કર્યો કે બંને લાંબા સમયથી સાથે હતા.

આર્યન અને લારિસા પણ સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરે છે. લારિસા બોનેસી એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે ડાન્સર પણ છે. તેણે અક્ષય કુમાર અને જૉન અબ્રાહમ સાથે ફિલ્મ દેસી બૉયઝમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ 'સુબહ હોને ના દે' ગીતમાં ડાન્સ કરીને બૉલિવુડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે મ્યુઝિક વીડિયો માટે કામ કર્યું છે. આ ઉપરાંત, લારિસા સાઉથ ઈન્ડસ્ટ્રીનો પણ એક ભાગ રહી ચુકી છે.
તમને જણાવી દઈએ કે આર્યન ખાન 26 વર્ષનો છે. તેમનો જન્મ 13 નવેમ્બર 1997ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. લારિસા બોનેસીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેનો જન્મ 28 માર્ચ 1990ના રોજ બ્રાઝિલમાં થયો હતો. તે મુજબ તેની ઉંમર 34 વર્ષ છે. એટલે કે લારિસા આર્યન ખાન કરતા 8 વર્ષ મોટી છે.
એક Reddit યુઝરે સોશિયલ મીડિયા પર લારિસા અને આર્યનનો વીડિયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ ઉપરાંત બંનેના પરિવારજનો પણ એકબીજાને ફોલો કરે છે. આર્યન લારિસાની માતાની ખૂબ નજીક છે. હાલમાં જ અભિનેત્રી તેને મળવા મુંબઈ આવી હતી. આર્યને લારિસાને ભેટ આપી હતી. જો કે, બંનેએ તેમના ડેટિંગના સમાચાર પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
