એવા ગેજેટ જે તમારા બાળકના ચહેરા પર રેલાવી દેશે સ્મિત
ગેજેટ વિશ્વ ઘણું જ આગળ નીકળી ગયું છે. ગેજેટ બજારમાં દરરોજ એકથી એક ચઢિયાતા ગેજેટ લોન્ચ કરવામાં આવે છે. જે ક્યારેક મોટેરા લોકોને, બિઝનેસમેન, ટેક્નોસેવીને ઉપયોગ આવતા, તો કેટલાક સામાન્ય જનતાને ઉપયોગમાં આવે તેવા ગેજેટ હોય છે. આ ઉપરાંત અન્ય ઘણા ગેજેટ એવા પણ હોય છે, જે ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવે છે.
તમારા ઘરે કોઇ નાના બાળકનો જન્મ દિવસ હોય અથવા તો તેને કોઇ ખાસ ભેટ આપવા માગતા હોવ ત્યારે આ પ્રકારના કેટલાક લોકપ્રીય ગેજેટ તમે તેને આપી શકો છે. હાલ માર્કેટમાં એવા લોકપ્રીય કિડ્સ ટેબલેટ્સ આવ્યા છે, જે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરે છે. આ ટેબલેટ્સમા અનેક પ્રી લોડેડ એપ્લીકેશન અને કિડ્સ થીમ આપવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ પોપ્યુલર કિડ્સ ટેબલેટ્સને.

સેમસંગ ગેલેક્સી ટેબ 3 કિડ્સ
સેમસંગ ગેલેક્સી ટેબ 3 કિડ્સ તમારા બાળકને જરૂર પસંદ આવશે, કારણ કે તેમાં કલરફૂલ બોડીની સાથે અનેક રસપ્રદ ગેમ્સ આપવામાં આવી છે, ટેબમાં એન્ડ્રોઇડ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, ભારતમાં હજુ સેમસંગનું ગેલેક્સી કિડ્સ ટેબ લોન્ચ થયું નથી, પરંતુ તમે તેને યુએસ માર્કેટમાંથી મંગાવી શકો છો, ગેલેક્સી કિડ્સની કિંમત 23 હજાર રૂપિયા છે.

સ્વાઇપ જૂનિયર ટેબલેટ
સ્વાઇપ જૂનિયર ટેબલેટ તમારા બજેટમાં ફિટ બેસશે કારણ કે તેની કિંમત અન્ય કિડ્સ ટેબલેટની સરખામણીએ ઘણી ઓછી છે, સ્વાઇટ જૂનિયર ટેબલેટની કિંમત 5,990 રૂપિયા છે, તેમાં એપ લોક ઉપરાંત ઇ બુક પ્રીલોડેડ છે. ટેબની મદદથી તમે બાળકોને અનેક વસ્તુઓ શીખવી શકો છો.

કિંડલ ફાયર એચડી ટેબલેટ
કિંડલના કિડ્સ ટેબલેટમાં બાળકો માત્ર વેબ સર્ફિંગ જ નથી કરી શકતા પરંતુ અનેક એપ્લીકેશન પણ એક્સેસ કરી શકે છે. જેમાં 7 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જે બાળકને ગેમિંગની સારી મજા આપી શકે છે. કિંડલ ફાયર એચડી ટેબની કિંમત 11,500 રૂપિયા છે.

એચસીએલ મી ચેમ્પ ટેબલેટ
એચસીએલના મી ચેમ્પ ખાસ કરીને બાળકો માટે લોન્ચ કરવામાં આવ્યા છે. ઓનલાઇન સાઇટ્સ ઉપરાંત રીટેલ શોપમાંથી તમે તેને 7999 રૂપિયામાં ખરીદી શકો છો. મી ચેમ્પ ટેબને 3થી લઇને 14 વર્ષ સુધીના બાળકો ઉપયોગમાં લઇ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
