ફેસબુકના કર્મચારીઓને આ પાંચ બાબતો નથી પસંદ
ફેસબુકને વિશ્વ ભરની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ગણવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં એન્જીનિયર અને ડેવલોપર કામ કરે છે. માર્ક ઝુકરબર્ગે તેને પોતાના કોલેજકાળમાં શરૂ કરી હતી, પરંતુ આજે ફેસબુક જે સ્થાને છે, તેનો શ્રેય ત્યાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને જાય છે. તાજેતરમાં જ ફેસબુકને કર્મચારીઓનું સૌથી મનપસંદ સ્થળ માનવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કર્મચારીઓ એવા પણ છે જે ત્યાં કામ કરીને ખુશ નથી.
ફેસબુકમાં કામ કરનારા એક પૂર્વ કર્મચારી અનુસાર ફેસબુકમાં તમારી કોઇ જ પ્રાઇવેસી નથી અને ના તો કોઇ પ્રોફેશ્નાલિઝમ છે. બીજી તરફ અન્ય એક કર્મચારી અનુસાર ફેસબુકમાં ક્યારેક 24 કલાક તો ક્યારે અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું પડે છે. ફેસબુકમાં સૌથી વધુ સેલરી મેળવનાર ફેસબુકના સીઇઓ શર્લે સેંડબર્ગ છે જે ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઓફિસર પણ છે. બીજી તરફ ફેસબુકનું કહેવું છે કે, આ વર્ષે કંપનીમાં કામ કરનારા ઇન્ટર્નને 74 હજાર ડોલર સેલરી પણ આપવામાં આવી છે, જે અન્ય કંપનીઓ કરતા વધારે છે. ફેસબુકના પ્રવક્તાનું કહેવું છેકે, તે એ લોકો પર કોઇ જ કોમેન્ટ કરવા માગતા નથી કે જેમને ફેસબુકમાં કામ કરવું પસંદ નથી.
કયા કારણોસર ફેસબુકમાં કામ કરવાનું પસંદ નથી કરતા કર્મચારી

મોડે સુધી કામ કરવું
ફેસબુકમાં એન્જીનીયરના પદ પર કામ કરનારા Keith Adams અનુસાર તેમણે આખું અઠવાડિયું કામ કરવું પડી રહ્યું છે, એટલે સુધી કે તે વીકેન્ડમાં પણ કામ કરે છે. કોલ ડ્યૂટીના સમયે તેમને હંમેશા સર્વિસ માટે તૈયાર રહેવું પડે છે. બીજી તરફ ફેસબુકના પૂર્વ કર્મચારી અનુસાર તે ફેસબુકમાં 12થી 14 કલાક સુધી કામ કરતો હતો.

કોઇ પ્રાઇવસી નથી
ફેસબુકમાં કામ કરી રહેલા એક પૂર્વ કર્મચારીઓનું કહેવું છે કે, કંપનીમાં કર્મચારીઓને પોતાની રીતે મોટીવેટ કરવામાં આવે છે, જેના કારણે ત્યાં પ્રોફેશ્નાલિઝમની ઉણપ છે સાથે કોઇની પણ કોઇ પ્રાઇવેસી નથી, જેના કારણે ક્યારેક-ક્યારેક કામ કરવામાં મુશ્કેલી પડે છે.

ફોકસની ઉણપ
ફેસબુકમાં દરેક કામ અંદાજા સાથે કરવામાં આવે છે, જો તે સફળ થાય તો ઠીક છે નહીંતર આખી ટીમ એક બીજા પર આક્ષેપો કરે છે. ફેસબુકમાં ઇન્ટર્નશિપ કરનારા એક કર્મચારી અનુસાર કંપનીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપ છે.

ફેસબુક, બહારથી જેવું દેખાય છે અંદરથી તેવું નથી
બની શકે કે તમે વિચારી રહ્યા હોવ કે જો ફેસબુકમાં કામ કરી રહ્યો હોત તો કેટલું સારુ હોત, દરેક 200 બિલિયન ડોલરની કંપનીમાં કામ કરવા માગે છે, પરંતુ અંદરનો માહોલ કંઇક અલગ જ છે. ફેસબુકમાં ટેમ્પરેરી કામ કરનારા એક કર્મચારી અનુસાર, કદાચ તે મારા જીવનના સૌથી ખરાબ પ્રોફેશનલ દિવસો હતા, જે મને સૌથી ખરાબ ટીમ લીડરની અન્ડરમાં કરવું પડી રહ્યું છે, ટેમ્પરેરી કર્મચારી હોવાના કારણે બધા તમારી સાથે એવું વર્તન કરે, જાણે કે તમે કોઇ કચરાપેટી હોવ.

એક્ઝિક્યૂટિવનો ખરાબ વ્યવહાર
સૂત્રો અનુસાર ફેસબુકના ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝુકરબર્ગ અને સીઓ શર્લે સેન્ડબર્ગ એક્સ્ટ્રા કરિકુલમ એક્ટિવિટીમાં ઘણો સમય વેડફે છે, સાથે તે બીજી કંપનીઓના કંપટીશનની કોપી કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
