Year Ender 2023 : વિતેલુ વર્ષ વિજ્ઞાન માટે શાનદાર રહ્યું, ભારતે પણ આ મોટી ઉપલબ્ધી પોતાના નામે કરી
2023 નું વિતેલુ વર્ષ વિજ્ઞાનની દુનિયા માટે શાનદાર રહ્યું છે. ભારતે દુનિયાને ચૌકાવીને ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કર્યુ તો મેડિકલ ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકોએ મોટી ઉપલબ્ધીઓ મેળવી.
ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ
ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગની ઘટના 2023 ની સ્પેસ સાયન્સની સૌથી મોટી ઘટના અને ઉપલબ્ધી છે. માત્ર બીજા જ પ્રયાસમાં ભારતે ચાંદ પર લેન્ડિંગ કરીને દુનિયાને પોતાની વૈજ્ઞાનિક ક્ષમતાનો પરિચય આપ્યો. આ ઉપબલ્ધીએ દુનિયાની નજર ભારત તરફ કરી દીધી.

લકવા પીડિતોનો ઈલાજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલાક કિસ્સાઓમાં માનવીઓ માટે ઘાતક છે અને કેટલાક કિસ્સાઓમાં તે વરદાન સાબિત થયું છે. તબીબી જગતમાં તેનો ઉપયોગ આશ્ચર્યજનક રીતે થઈ રહ્યો છે. વર્ષ 2023 માં AI ની મદદથી વૈજ્ઞાનિકોએ એક મોડેલ તૈયાર કર્યું છે, જે લકવાગ્રસ્ત દર્દીઓના મગજમાં ઇલેક્ટ્રોનિક સિગ્નલ મોકલે છે અને તેમના શરીરને પ્રતિક્રિયા કરવા દબાણ કરે છે.
વૈજ્ઞાનિકોએ વાયરલેસ ડિજિટલ બ્રિજ નામનું એક ઉપકરણ બનાવ્યું છે, જે મગજ અને કરોડરજ્જુના જોડાણને જોડે છે. આ મશીન મગજના વિચારોને ક્રિયામાં રૂપાંતરિત કરે છે અને મગજ શરીરના લકવાગ્રસ્ત ભાગને મુમેન્ટ કરવા કમાન્ડ આપે છે.
શુક્રાણુઓ વિનાનું માનવ ગર્ભ
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ વર્ષ 2023માં અદ્ભુત કામ કર્યું. તેમણે સ્ટેમ સેલની મદદથી કૃત્રિમ માનવ ગર્ભ તૈયાર કર્યો. તેમના મતે આ ભ્રૂણને શુક્રાણુ કે ઇંડાની જરૂર નથી. આ કૃત્રિમ ગર્ભ કુદરતી માનવ ભ્રૂણના પ્રારંભિક સ્વરૂપ જેવો જ છે.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે આના દ્વારા તેઓ આનુવંશિક ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે. આ પ્રયોગ પર ઘણા નૈતિક અને કાયદાકીય પ્રશ્નો પણ ઉભા થયા છે.
1320 કરોડ વર્ષ જૂનો બ્લેક હોલ
વર્ષ 2023 અંતરિક્ષની દુનિયા માટે શાનદાર સાબિત થયુ. આ વર્ષે નાસાની ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી અને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડમાં અત્યાર સુધીના સૌથી જૂના બ્લેક હોલની શોધ કરી. આ બ્લેક હોલ GN-Z11 નામની ગેલેક્સીમાં છે. વૈજ્ઞાનિકો તેને 1320 કરોડ વર્ષ જૂનો માને છે.
મિથેનના ઉપયોગથી રોકેટની અવકાશમાં એન્ટ્રી
ચીનની ખાનગી કંપની લેન્ડસ્કેપે જુક-2 રોકેટને અવકાશમાં મોકલવા માટે મિથેનનો ઉપયોગ કર્યો. આવું પહેલીવાર બન્યું છે., આ પહેલા કોઈએ મિથેનની મદદથી આવું કર્યું ન હતું. સૌથી મહત્વની બાબત એ છે કે મિથેન એ ગ્રીન હાઉસ ગેસ છે, તેથી આ ગેસનો ઇંધણ તરીકે ઉપયોગ કરવાની આ પદ્ધતિની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી.
ચામડીના કોષોમાંથી ઉંદરનો જન્મ
વિજ્ઞાન હવે એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે તેણે પ્રયોગશાળામાં જીવનનું સર્જન કરવાનું શરૂ કરી દીધું છે. જાપાનની ઓસાકા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બે નર ઉંદરના કોષોમાંથી જીવંત ઉંદરને જન્મ આપવામાં સફળતા મેળવી છે.
નેચર મેગેઝિનમાં છપાયેલા એક લેખમાં લખવામાં આવ્યું છે કે ઉંદરોની પૂંછડીમાંથી લેવામાં આવેલા ત્વચાના કોષોમાંથી ઇંડા તૈયાર કરવામાં આવ્યા અને તેને માદા ઉંદરોમાં ઈમ્પાલન્ટ કરવામાં આવ્યા. તેની મદદથી જીવંત ઉંદરો તૈયાર કરવામાં આવ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
