Women's Day 2024: મહિલા દિવસને જાંબલી રંગ સાથે શું છે સંબંધ, જાણો આ રંગ સાથે જોડાયેલુ મહત્વ
Women's Day 2024: વિશ્વભરમાં મહિલાઓના સન્માનમાં દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1908માં જ્યારે અમેરિકામાં મહિલાઓએ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ વર્ષો પછી મહિલા કામદારોના આ આંદોલનના દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.
1910માં, કોપનહેગનમાં મહિલા કાર્યકર્તા ક્લારા જેટકીને કાર્યકારી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન 17 દેશોની 100 મહિલાઓ વચ્ચે આ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેને મંજૂરી મળ્યા પછી, આ દિવસની ઉજવણી શરૂ થઈ.

મહિલા દિવસ પર મહિલાઓ પર્પલ કલર જ પહેરે છે. આ દિવસનું મહત્વ જાંબલી રંગ સાથે જોડાયેલું છે. શું તમે જાણો છો કે આવું કેમ છે? ચાલો જાણીએ જાંબલી રંગ અને મહિલા દિવસ વચ્ચે શું સંબંધ છે?
જાંબલી રંગનો અર્થ(Purple Colour Mean)
સમગ્ર વિશ્વમાં જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. મહિલા દિવસના અવસર પર, જાંબલી રંગ વિશ્વભરની મહિલાઓ સાથે એકતાની લાગણી દર્શાવે છે. આ સિવાય બે વધુ રંગો છે જે આ દિવસ સાથે જોડાયેલા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વેબસાઇટ અનુસાર, જાંબલી, લીલો અને સફેદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રંગો છે. જ્યાં લીલો રંગ આશા અને ખુશી સાથે જોડાયેલો છે. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ત્રણ રંગો મહિલાઓના જીવનમાં વિશેષ ભૂમિકા ભજવે છે.
આ વર્ષની થીમ(Women's Day 2024 theme)
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા દિવસની થીમ છે, "મહિલાઓમાં રોકાણ: પ્રગતિને વેગ આપો". જે મહિલાઓના સશક્તિકરણ માટે "ઇન્સ્પાયર ઇન્ક્લુઝન" અભિયાનની સાથે સ્પષ્ટ નીતિ નક્કી કરે છે. આ વર્ષે વિશ્વભરની સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેથી તેઓ તેમના વિકાસના દરેક પાસાઓમાં મહિલાઓની ક્ષમતાને ઓળખે અને તેનો ઉપયોગ કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
