શું છે સાયબર ગુલામ? જાણો ઓનલાઈન સ્કેમ સાથે તેનું શું કનેક્શન છે?
ઓનલાઈનના આ યુગમાં ઓનલાઈન સ્કેમની પણ ભરમાર છે. તમામ ઓનલાઈનમાં લોકોને લાલચ આપીને રૂપિયા પડાવાય છે. હવે આમાંથી જ સાયબર ગુલામ સામે આવ્યા છે.
બીબીસીના એક અહેવાલ મુજબ, એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું. તેનું થાઈલેન્ડથી અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યાંથી તેને થાઈલેન્ડના બોર્ડર ટાઉન મે સોટ પાસે નદી પાર લઈ જવામાં આવ્યો.

આ વ્યક્તિના કહેવા પ્રમાણે, તેને ઓનલાઈન સ્કેમ કરતા ચાઈનીઝ ભાષી લોકોના એક કેમ્પમાં વેચવામાં આવ્યો. આ કેમ્પમાં તસ્કરોને ઓનલાઈન સ્કેમ કરવાની ફરજ પડાય છે. આ ઉપરાંત તેમને કલાકો સુધી આ કામ કરાવવામાં આવે છે.
આ રીતે અપહરણ કરીને વેચવામાં આવતા લોકોને પહેલા નકલી ઓનલાઈન આઈડી બનાવવામાં આવે છે અને પછી તેમને મહિલા તરીકે રજૂ કરવામાં આવે છે.
આ બધા લોકોનું કામ અમેરિકા અને યુરોપમાં એકલા રહેતા માણસોને ગેરમાર્ગે દોરવાનું હતું. આ લોકો કોઈ નબળા વ્યક્તિને ફસાવે છે અને નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ પર મોટી રકમનું રોકાણ કરાવે છે.
ઇન્ટરપોલ અનુસાર, એશિયા, પૂર્વ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ યુરોપના હજારો યુવક-યુવતીઓને કોમ્પ્યુટર સંબંધિત નોકરીની લાલચ આપીને આ સાયબર ક્રિમિનલ કેમ્પમાં ફસાવી દેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આવું કામ કરવાની ના પાડે તો તેને મારવામાં આવે છે અથવા તો બળાત્કાર પણ કરવામાં આવે છે.
છોકરીઓ પર સામૂહિક બળાત્કાર થાય છે. આ સિવાય તેમને ઘણા દિવસો સુધી એક કોટડીમાં રાખવામાં આવે છે. જ્યાં તેમને પીવા માટે ગંદુ પાણી આપવામાં આવે છે અને ભોજન પણ હલકી કક્ષાનું હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
