ક્યારેક માતાએ ઘરમાંથી બહાર કાઢી મુક્યો હતો, આજે છે દુનિયાનો સૌથી મોટો યુટ્યુબર
MrBeast આજે કોઈ ઓળખનો મોહતાજ નથી. જીમી ડોનાલ્ડસન નામનો આ યુટ્યુબર ઓનલાઈન દુનિયામાં મિસ્ટરબીસ્ટ તરીકે ઓળખાય છે.
T-Series પછી MrBeastના YouTube પર સૌથી વધુ ફોલોઅર્સ છે. જે સ્પીડથી તેની ફેન ફોલોઈંગ વધી રહી છે તે જલ્દી જ ટી-સિરીઝને પાછળ છોડી દેશે. પાંચ મહિનાથી ઓછા સમયમાં તેના ફોલોઅર્સની સંખ્યામાં 4.2 કરોડનો વધારો થયો છે.

ઓક્ટોબરમાં તેના 20 કરોડ સબ્સ્ક્રાઇબર્સ હતા અને હવે 24.2 કરોડ સુધી પહોંચી ગયા છે. ટી-સીરીઝના ફોલોઅર્સની સંખ્યા 26 કરોડ છે.
જીમી ડોનાલ્ડસને લગભગ એક દાયકા પહેલા 12 વર્ષની ઉંમરે તેની YouTube કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો પરંતુ આજે તે દરેક વીડિયોને લાખો વ્યૂઝ મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 10 કરોડ ડોલર છે.
અહેવાલો અનુસાર, યુટ્યુબમાંથી તે વાર્ષિક આવક 26 કરોડ ડોલર કમાય છે. તે તેની યુટ્યુબ ચેનલો પર જાહેરાતો દ્વારા પૈસા કમાય છે. તે તેની મુખ્ય YouTube ચેનલ માટે 10 લાખ ડોલર સ્પોન્સરશિપ ફી લે છે.
આ ઉપરાંત તે મર્ચેન્ડાઈઝ માલ દ્વારા દર મહિને લગભગ 25 લાખ ડોલરની કમાણી કરે છે. ડોનાલ્ડસનનો જન્મ 7 મે 1998ના રોજ ગ્રીનવિલે નોર્થ કેરોલિના યુએસએમાં થયો છે. તે 12 વર્ષની ઉંમરથી યુટ્યુબ પર વીડિયો પોસ્ટ કરી રહ્યો હતો પરંતુ તેને કોઈ સફળતા મળી નહીં.
તેણે માઈક્રોફોન ખરીદવા માટે રૂપિયા બચાવ્યા હતા. વર્ષ 2016 માં તેણે શાળા છોડી દીધી અને મીડિયાની સૌથી મોટી કોયડો ઉકેલવાનો પ્રયાસ કર્યો. યુટ્યુબ પર વીડિયો કેવી રીતે વાયરલ થાય છે તે એક કોયડો હતો. તે સમયે તેની ઉંમર 16 વર્ષની હતી. તે લગભગ પાંચ વર્ષથી યુટ્યુબ પર વીડિયો પોસ્ટ કરી રહ્યો હતો પરંતુ તેને કોઈ સફળતા મળી રહી નહોતી.
તેને લાગ્યું કે તે YouTube ના અલ્ગોરિધમને અનલૉક કરવાની ખૂબ નજીક છે. આ પછી તેણે તેના કેટલાક મિત્રો સાથે મળીને આ કોડ ક્રેક કરવાનો પ્રયાસ કર્યો. ડોનાલ્ડસન યાદ કરતા કહે છે કે, હું પુરો સમય YouTube વિશે વિચારતો, વિડિયો અને ફિલ્મ નિર્માણ વિશે વિચારતો. આ મારી દિનચર્યા હતી.
જ્યારે શાળા છોડી ત્યારે તેની માતા ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. માતાએ ડોનાલ્ડસનને ઘરમાંથી કાઢી મૂક્યો. પરંતુ ડોનાલ્ડસનનો નિર્ણય ફળ્યો. 2017 માં તેના પ્રથમ વાયરલ વિડિયોમાં તેણે તેના રૂમમાં ખુરશી પર બેસીને 100,000 સુધી ગણતરી કરી હતી. તેને 40 કલાક લાગ્યા. જેમ જેમ તેના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી તેમ તેમ તેને જાહેરાતો પણ મળવા લાગી.
તેણે આ કમાણી વીડિયો બનાવવા પાછળ ખર્ચી અને શાનદાર અને વધુ સારા સ્ટંટ કર્યા. આજે યુટ્યુબ પર તેના ફોલોઅર્સની સંખ્યા 24 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેના TikTok પર 9 કરોડથી વધુ અને Instagram પર 4 કરોડ ફોલોઅર્સ છે. મેટાની નવી એપ્લિકેશન થ્રેડ્સ પર 1 મિલિયન ફોલોઅ્સ પ્રાપ્ત કરનાર તે પ્રથમ વ્યક્તિ પણ હતો.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પહેલા તેણે આ સિદ્ધિ મેળવી હતી. તેણે પોતાની સ્ટાઈલમાં આ સિદ્ધિની ઉજવણી પણ કરી અને રેન્ડમલી પસંદ કરેલા ચાહકને ટેસ્લા કાર ભેટમાં આપી. આજે તેની માતા તેનું એકાઉન્ટ સંભાળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
