પુરૂષોને આકર્ષિત કરતી વખતે મહિલાઓ કરે છે આ 7 ભૂલો
જો તમને આ લેખનું હેડિંગ વાંચીને વિચિત્ર લાગી રહ્યું છે તો આ લેખ આખો વાંચો. એવું નથી કે પુરૂષ જ મહિલાઓને આકર્ષવા અને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ મહિલાઓ, પુરૂષો કરતાં વધુ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. પરંતુ મહિલાઓ સર્તક હોતી નથી અને પોતાના છોકરમત વહેવારના લીધે ભૂલો કરી બેસે છે. તેથી ઘણીવાર જે પુરૂષ તેમને પસંદ કરે છે, તે પણ દૂર ભાગે છે. અહીં 7 પ્રકારની એવી ભૂલો વિશે જણાવવામાં આવ્યું છે કે જે ફિમેલ મોટાભાગે પુરૂષને આકર્ષિત કરતી વખતે કરે છે.

વધુ પડતો મેકઅપ કરવો
મહિલાઓની સૌથી મોટી ભૂલ મેકઅપ કરતી વખતે કરે છે. જ્યારે તેમને લાગે છે કે કોઇને ઇમ્પ્રેસ કરવા છે તો તે વધુ હેવી મેકઅપ કરી લે છે. ધ્યાન રાખો, જો તમે કોઇ પુરૂષને ઇમ્પ્રેસ કરવા માંગો છો તો લાઇટ મેકઅપ કરો. પોતાની કુદરતી સુંદરતને વધુ ફોકસ કરો. ત્વચાની ચમક પર ધ્યાન આપો અને ચહેરાને સુંદર બનાવી રાખો.

ડેટ પર મોડું જવું
બધી મહિલાઓને લાગે છે કે ડેટ પર પુરૂષ અથવા છોકરાને રાહ જોવડાવવી જોઇએ, પરંતુ એવું નથી. જો તમે ડેટ પર યોગ્ય સમયે પહોંચો તો તમારી ઇમ્પ્રેશન વધુ સારી પડશે. આનાથી પુરૂષને ખબર પડશે કે તમે કેટલા પાબંધ છો અને તે તમને ક્યારેય રાહ જોવડાવવાની હિંમત નહી કરે.

ભુખ્યા રહેવું
ઘણી મહિલાઓ, પુરૂષોની સાથે હોવાથી ભુખી રહે છે જે યોગ્ય નથી. આમ કરવાથી બીજો વ્યક્તિ પણ ભુખ્યો રહે છે તમે નબળા પણ પડી જાય છો. જો તમને લાગે છે કે આમ કરવાથી તમારો ડ્રીમ બોય ખુશ થઇ જશે તો તમે ખોટું માનો છો, કારણ કે એક લેવલ બાદ છોકરાઓને છોકરીઓના ફિગરથી વધુ તેની વિચારસણી અને વાતો ઇમ્પ્રેસ કરે છે.

વધુ નાના કપડાં પહેરવા
વધુ નાના કપડાં પહેરવાથી તમે ફક્ત તે લોકોને ઇમ્પ્રેસ કરી શકો છો. જેમને શરીરની ભૂખ હોય. જો કોઇ તમને ખરેખર પ્રેમ કરશે તો તેને તમારા ડ્રેસ સાથે કોઇ લેવા દેવા નહી હોય. કોઇને આકર્ષિત કરવા માટે નાના કપડાં પહેરવા મૂર્ખામી છે.

કોઇની નકલ કરવી
પુરૂષ કે છોકરાઓ એવી છોકરીને ક્યારેય પસંદ કરતા નથી જે બનાવટી હોય અને કોઇની કોપી કરતી હોય. તમે જેવા છો એવા રહો. પોતાને બદલશો નહી અને ના તો કોઇની કોપી કરો. તમારો અંદાજ અને બોલવાની રીત તમારા જેવી રાખો.

સમય નિકળી ન જાય તેના ચક્કરમાં કંઇપણ પ્રાપ્ત કરવાની ઇચ્છા
ઘણી છોકરીઓને લાગે છે કે તેમને ગમે તેવી સ્થિતીમાં 30 સુધી લગ્ન અને 35 સુધી બે બાળકો પેદા કરવાના છે, અને ક્યાંક તેમના નખરાને લીધે ઉંમર નીકળી ન જાય. જલદીના ચક્કરમાં તે પોતાના સ્ટેટસનું ધ્યાન રાખતી નથી અને ગમે તે પસંદ કરી લે છે. ઘણીવાર એવા ખોટા છોકરા સાથે લગ્ન કરી લે છે.

મોટાભાગે નકારાત્મક વાતો કરવી
ઘણીવાર છોકરીઓ અથવા મહિલાઓ, ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં દુખ દર્દ સંભળાવવા લાગે છે અને પોતાનો નકારાત્મક પક્ષ રજૂ કરે છે. ક્યારેય આમ કરશો નહી. સદૈવ સકારાત્મક રહો. સારા વિચાર તમારી સારી છાપ છોડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
