Lok Sabha Election 2024 : વિદેશમાં રહેતા ભારતીયો મતદાન કરી શકે કે નહીં? જાણો શું છે નિયમો?
ભારતના બંધારણમાં તમામ ભારતીય નાગરીકોને મતદાન કરવાનો અધિકાર મળે છે. આના માટે 18 વર્ષની ઉમર હોવી જરૂરી છે. જો કે ખાસ કિસ્સામાં કેટલાક અલગ નિયમો પણ છે.
અહીં તમને સવાલ થતો હશે કે શું વિદેશમાં રહેતા ભારતીયો પણ આ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકે? તો અમે આ સવાલનો વિગતે જવાબ આપીશું.

જણાવી દઈએ કે, વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને 2010 સુધી મત આપવાનો અધિકાર નહોતો. હાલમાં તેમને આ અધિકાર મળ્યો છે, પરંતુ તેની સાથે જોડાયેલ નિયમ એ છે કે NRI લોકોએ મતદાન મથક પર હાજર રહેવુ પડે છે.
લાંબા સમયથી NRIs રિમોટ વોટિંગની માંગણી કરી રહ્યાં છે, જેથી તેઓ દેશમાં જ્યાં પણ હોય ત્યાંથી ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કરી શકે. આ વિષયને લઈને ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઘણી અરજીઓ પણ દાખલ કરવામાં આવી. જે અંગે ચૂંટણી પંચનું કહેવું છે કે રિમોટ વોટિંગની સિસ્ટમ પણ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.
શું કહે છે ભારતીય કાયદા?
ભારતીય નિયમો અનુસાર, ભારતની બહાર રહેતા કોઈપણ નાગરિકને ચૂંટણીમાં મતદાન કરવાનો મોકો ત્યારે જ મળે છે જો તેણે દેશની નાગરિકતાનો ત્યાગ ન કર્યો હોય, એટલે કે તેની પાસે દેશનો પાસપોર્ટ હોવો જોઈએ.
ભારતમાં લગભગ એક દાયકા પહેલા એટલે કે 2010 પહેલા વિદેશમાં રહેતા ભારતીયોને મત આપવાનો અધિકાર નહોતો. તે સમયે કાયદો એવો હતો કે જો કોઈ ભારતીય નાગરિક છ મહિનાથી વધુ સમય વિદેશમાં રહે તો તેનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવતું હતુ.
આ પછી વર્ષ 2010માં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા. જે બાદ NRI ભારતીયોને વોટનો અધિકાર તો મળ્યો. જો કે સમસ્યા એ છે કે RP એક્ટની કલમ 20A મુજબ, કોઈપણ વ્યક્તિએ પોતાનો મત આપવા માટે બૂથ પર આવવું ફરજિયાત છે, એટલે કે NRI મત આપી શકે પરંતુ તેમણે મતદાન કરવા માટે બૂથ પર જવું પડે. આ કારણોસર મોટાભાગના NRI દરેક ચૂંટણીમાં તેમના મત આપવાથી વંચિત રહે છે.
વિદેશમાં રહેતા લોકો મતદાર યાદીમાં નામ ઉમેરી શકે છે
જો દેશનો કોઈપણ નાગરિક અભ્યાસ, નોકરી કે અન્ય કોઈ કારણોસર વિદેશમાં રહેતો હોય તો તે પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરી શકે છે. આ માટે 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ એનઆરઆઈ ચૂંટણી પંચની વેબસાઈટ https://voters.eci.gov.in/ પર જઈ શકે છે અને વિદેશી મતદારો માટે નવા નોંધણીનું ફોર્મ 6A ભરી શકે છે, ત્યારબાદ થોડા દિવસોમાં નામ ઉમેરવામાં આવશે.
વિદેશમા્ં રહેતા લોકો ભારતીય દૂતાવાસમાંથી મફતમાં ફોર્મ 6A પણ લઈ શકે છે. મતદાર યાદીમાં નામ ઉમેરાયા પછી કોઈપણ NRI મત આપી શકે છે, તેણે ફક્ત તેના પાસપોર્ટ સાથે બૂથ પર હાજર રહેવાનું રહેશે.
હજુ સુધી ઓનલાઈન વોટિંગની કોઈ સુવિધા નથી
હાલમાં કોઈપણ એનઆરઆઈ પાસે ઓનલાઈન મતદાન કરવાની સુવિધા નથી. હાલમાં માત્ર ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ, સેનાના જવાનો કે વિદેશમાં કામ કરતા અધિકારીઓને ઈલેક્ટ્રોનિક અથવા પોસ્ટ દ્વારા મતદાન કરવાની સુવિધા છે. આવા મતદારોને સેવા મતદારો પણ કહેવામાં આવે છે.
કરોડો એનઆરઆઈ વિદેશમાં રહે છે
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિશ્વના દરેક ખૂણામાં વર્તમાન વિદેશી ભારતીયોની સંખ્યા લગભગ 1 કરોડ 36 લાખ છે. તેમાંથી સૌથી વધુ 34.19 લાખ લોકો UAEમાં રહે છે. અમેરિકામાં 12.80 લાખ ભારતીયો છે. તેમાંથી ચૂંટણી પંચ અનુસાર, 1.25 લાખ ભારતીયો નોંધાયેલા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
