આચાર સંહિતા લાગુ થયા બાદ ચૂંટણી કાર્ડ બનાવી શકાય કે નહીં? જાણો શું છે નિયમ?
લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં પોણા બે કરોડથી વધુ મતદાતાઓ પહેલી વખત મત આપવા જઈ ઈ રહ્યાં છે.
લોકસભા ચૂંટણીમાં કરોડો મતદારો તૈયાર છે. આ વખતે ઘણા યુવાનો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. મતદાન માટે વોટર આઈડી કાર્ડ જરૂરી છે, આથી લોકોના મનમાં તેને લઈને અનેક સવાલો છે.

આવો જ એક સવાલ એ છે કે આચારસંહિતા લાગુ થયા બાદ હવે ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકાય કે નહીં? આજે અમે તમને આ સવાલોના જવાબ આપીશું.
લોકો ચૂંટણી કાર્ડ માટે કેટલા દિવસ પહેલા અરજી કરી શકે તે અંગે મૂંઝવણમાં છે, કેટલાક લોકો તે અંગે પણ મૂંઝવણમાં છે કે કેટલા સમય પહેલા અરજી કરવી જરૂરી છે. તમે ચૂંટણી નોમિનેશન પ્રક્રિયાના 10 દિવસ પહેલા વોટર આઈડી કાર્ડ બનાવી શકો છો.
લોકસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા 6 મે સુધી છે તેથી તમે 26 એપ્રિલ સુધી મતદાર કાર્ડ માટે અરજી કરી શકો છો.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે ચૂંટણી કાર્ડ બનાવવાની સમગ્ર પ્રક્રિયામાં કેટલો સમય લાગી શકે છે. ચૂંટણી પંચના હેલ્પલાઈન નંબર 1950 અનુસાર, 27 દિવસમાં અરજી સ્વીકારવામાં આવે છે, ત્યારબાદ 10 દિવસમાં મતદાર કાર્ડ બનાવવામાં આવે છે.
ચૂંટણી કાર્ડ બનાવવા તમે ઑફલાઇન અને ઓનલાઈન એમ બંને રીતે અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે www.nvsp.in પર જવું પડશે. આ માટે તમારે બે પ્રકારના દસ્તાવેજ આપવા પડશે, પહેલું જન્મતારીખનું પ્રમાણપત્ર અને બીજું કાયમી સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે.
જન્મના પુરાવા તરીકે તમે પાન કાર્ડ, 10મા ધોરણનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે આપી શકો છો. એડ્રેસ પ્રૂફ તરીકે આધાર, વીજળી બિલ, ખેડૂત ખાતાવહી ખાતું, પોસ્ટ ઓફિસ પાસબુક વગેરે આપી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
