Rule Change : એક ડિસેમ્બરથી બદલાઈ જશે આ નિયમો, મુશ્કેલી સર્જાય તે પહેલા જ જાણી લો
Rule Change from 1 December 2024 : દર મહિનાની જેમ આ મહિને પણ ઘણા નિયમો બદલાવા જઈ રહ્યાં છે. આમાં ગેસના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સામેલ છે.
મહિનાની શરૂઆત સાથે બદલાવા જઈ રહેલા નિયમો પહેલા જ જાણી લેવા જરૂરી છે. જો આમ થાય તો ક્યારેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

એલપીજી ગેસની કિંમત
1 નવેમ્બરના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે ઓઈલ કંપનીઓ ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે.
ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેમાં પણ ફેરફાર થ ઈ રહ્યા છે. 1 ડિસેમ્બર 2024થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ક્રેડિટ કાર્ડમાં ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાવા જઈ રહ્યા છે. આવતા મહિનાથી સ્ટેટ બેંકના લગભગ 48 અલગ-અલગ કાર્ડ્સ પર આવા વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ નહીં રહે.
આધાર અપડેટ
જો તમે તમારા આધાર કાર્ડમાં ફોટો, એડ્રેસ સહિતની વિગતો અપડેટ કરવા માંગો છો તો તમે તેને 14 ડિસેમ્બર સુધી મફતમાં અપડેટ કરી શકો છો. આ પછી તમારે કોઈપણ અપડેટ માટે ચૂકવણી કરવી પડશે.
બેંક હોલિડે
ડિસેમ્બર મહિનામાં ઘણી બેંક રજાઓ છે. કોઈપણ કામ માટે બેંક જતા પહેલા ખાસ કાળજી લેવાની જરૂર છે. ડિસેમ્બર મહિનામાં કુલ 17 દિવસ છે જ્યારે બેંકમાં રજાઓ રહેશે. આમાં 25મી ડિસેમ્બર અને સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યોમાં સ્થાનિક રજાઓનો પણ સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
