Recirprocal Tariffs: ટ્રમ્પે ટેરિફ લાદ્યા બાદ અમેરિકા સહિત વૈશ્વિક બજારને થયું નુકસાન
પ્રેસિડેન્શિયલ ચૂંટણી લડતી વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જો ચૂંટણી જીતે તો ટેરિફ લાદવાનું વચન આપ્યું હતું, અને ચૂંટણી જીત્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વચન પાળ્યું અને 60 જેટલા દેશ પર ટેરિફ લગાવી દેવામાં આવ્યો. આ તમામ દેશો પર લગાવેલા ટેરિફની યાદી તૈયાર કરવામાં આવી અને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં આ યાદી વાંચી હતી. જેના તરત બાદ ગ્લોબલ માર્કેટમાં ધોવાણ થયું હતું.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 60 જેટલા દેશ પર પારસ્પરિક ટરિફ (Recirprocal Tariff) લાદી દીધા હતા, જેને પગલે દુનિયાભરની બજારોમાં અરબો રૂપિયા ધોવાયા હતા. આવા નુકસાનથી અમેરિકા પણ બચી શક્યું નથી. અમેરિકાએ પણ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ પછી નુકસાન વેઠવું પડ્યું હતું. માત્ર 20 મિનિટમાં જ S&P 500 ઈન્ડેક્સના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 2 ટ્રિલિયન ડૉલરનું ગાબડું જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલને ગુરુવારે S&P 500 ફ્યૂચર્સ 3.6% કમજોરી સાથે કામકાજ કરતું જોવા મળ્યું. બુધવારે સામાન્ય ટ્રેડિંગ સેશન દરમિયાન અમેરિકી બજાર અડધા ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ થયું હતું.
ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાયેલા વચન અપાયેલ રેસિપ્રોકલ ટેરિફ ભય હતો તેટલા મોટા નહીં હોય તેવી ઉમ્મીદના આધારે આ મજબૂતી જોવા મળી હતી. પ્રેસિડેન્ટ ટ્રમ્પે અનેક વખત સંકેતો આપ્યા હતા કે તેઓ પોતાના વ્યાપારિક ભાગીદારો પ્રત્યે ઉદાર રહેશે. ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સંબોધન શરૂ કરતા પહેલાં S&p 500 સામાન્ય ટ્રેડિંગમાં ઉંચાઈ પર સમાપ્ત કર્યું હતું અને ફ્યૂચર્સ 4:25PM (ET) પર 1.7% ઉપર હતા.
દરેક મિનિટે 125 અબજ ડૉલર ધોવાયા
આ દરમિયાન અમેરિકી કોમર્સ સેક્રેટરી હાવર્ડ લટનિકે ટેરિફ ડિટેઇલ્સ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી. ટ્રમ્પે દરેક દેશની યાદી મુજબ આ લિસ્ટ વાંચવું શરૂ કર્યું. ટ્રમ્પના ભાષણ દરમિયાન ફ્યૂચર્સ માર્કેટ ગગળવા લાગ્યું અને 4:42PM ઈસ્ટર્ન ટાઇમ સુધી લગભગ 2 ટ્રિલિયન ડૉલરનું માર્કેટ કેપિટલાઈઝેશન સાફ થઇ ચૂક્યું હતું. એનો મતલબ એ હતો કે દરેક મિનિટે 125 બિલિયન ડૉલરનું નુકસાન થયું. ટ્રમ્પની ઘોષણાઓ પછી ડૉવ ફ્યૂચરમાં પણ 1100 અંકની ગિરાવટ જોવા મળી. Nasdaq ફ્યૂચર પણ 5% ટકા સરક્યો હતો.
ટ્રમ્પે ભારત પર પણ ટેરિફ લાદી દીધા છે. ભારતથી આયાત થતી વસ્તુઓ પર અમેરિકાએ 26% ટેરિફ લગાવવાનું એલાન કર્યું. ટ્રમ્પે કહ્યું કે આ ટકાવારી ભારત તરફથી અમેરિકી સામાનો પર લગાવવામાં આવેલા 52% ટેરિફના આધારે નક્કી કરવામાં આવી છે. આ ઘોષણા પછી અમેરિકી બજારમાં તેજ ગિરાવટ જોવા મળી. ડાઓ ફ્યૂચર્સ એક સમયે 4% ગિરાવટ સાથે કામકાજ કરતું જોવા મળ્યું હતું. S&P 500 ઈંડેક્સ 3.5% અને Nasdaq ફ્યૂચર્સ 4.5% કમજોરી સાથે કામકાજ કરતું જોવા મળ્યું.
એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પની આ ઘોષણા પછી એશિયાઈ બજારોમાં પણ ગિરાવટ જોવા મળી છે. જાપાનનો ઈન્ડેક્સ 3.5% ની ગિરાવટ સાથે કામકાજ કરતો જોવા મળ્યો. દક્ષિણ કોરિયાની બજારમાં 1.5%ની કમજોરી જોવા મળી. તાઈવાનનું બજાર આજે બંધ છે. પરંતુ હૉન્ગ કૉન્ગના હૈંગ સૈંગ ફ્યૂચર્સમાં પણ 2.4%ની ગિરાવટ જોવા મળી છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટ પણ દબાણમાં વ્યવહાર કરતા જોવા મળ્યા છે.
આમ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની ઘોષણા પછી વિશ્વભરના મોટાભાગના માર્કેટમાં લોહિયાળ પરિસ્થિતિ જોવા મળી હતી. રોકાણકારોના કરોડો રૂપિયા આ એક ઘોષણાને કારણે ડૂબી ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
