Passport New Rules 2025 : પાસપોર્ટ નિયમોમાં મોટા ફેરફાર, હવે આ લોકોએ જન્મ પ્રમાણપત્ર ફરજીયાત આપવુ પડશે
Passport New Rules 2025 : જો તમે પાસપોર્ટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ અરજી પ્રક્રિયામાં મોટા ફેરફાર કર્યા છે.
પાસપોર્ટના નવા નિયમો અનુસાર, 1 ઓક્ટોબર 2023ના રોજ અથવા તે પછી જન્મેલા લોકો માટે જન્મતારીખનો એકમાત્ર પુરાવો બર્થ સર્ટિફિકેટ હશે.

જો તમારો જન્મ 1 ઓક્ટોબર 2023 પછી થયો છે તો તમારે પાસપોર્ટ મેળવવા માટે જન્મ પ્રમાણપત્ર આપવું પડશે. અગાઉ લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ અથવા શાળા છોડવાના પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરી શકતા હતા. હવે નવા નિયમો અનુસાર જન્મ પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
કેન્દ્ર સરકારે આ સુધારાને લાગુ કરવા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિયમો અમલમાં આવતા પહેલા સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે.
અગાઉ પાસપોર્ટ એપ્લિકેશનમાં જન્મ તારીખના પુરાવા તરીકે ઘણા પ્રકારના દસ્તાવેજો સ્વીકારવામાં આવતા હતા, જેમા ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, શાળા છોડવાનું પ્રમાણપત્ર, મતદાર આઈડી કાર્ડ અને સરકારી દસ્તાવેજો જે જન્મ તારીખ દર્શાવતા તે તમામ માન્ય હતા.
હવે નવા નિયમો હેઠળ 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા લોકો માટે માત્ર જન્મ પ્રમાણપત્ર જ માન્ય રહેશે. જન્મ પ્રમાણપત્રો સરકારી અધિકૃત સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવે છે.
જો તમારી પાસે જન્મ પ્રમાણપત્ર નથી તો તમારું જન્મ તારીખ સાચી ગણાશે નહીં અને તમારી પાસપોર્ટ અરજીને અસર થઈ શકે છે.
1 ઓક્ટોબર 2023 પહેલા જન્મેલા લોકો જૂના નિયમો મુજબ પાસપોર્ટ માટે અરજી કરી શકશે. એટલે કે જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ અથવા અન્ય કોઈ સરકારી દસ્તાવેજ છે જેમાં તમારી જન્મતારીખનો ઉલ્લેખ છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.
આ નવા નિયમો 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા તમામ લોકોને અસર કરશે. મહત્વપૂર્ણ છે કે જો તમે ભવિષ્યમાં પાસપોર્ટ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા હો તો તમારું જન્મ પ્રમાણપત્ર ઝડપથી બનાવી લો, જેથી તમને કોઈ વિલંબ અથવા સમસ્યા ન થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
