Adani Group share Crash : અમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપોને પગલે અદાણીના શેરમાં લોઅર સર્કિટ લાગી
Gautam Adani Share's Crash : ભારતના સૌથી ભ્રષ્ટ ઉદ્યોગપતિ હોવાનો આરોપ લાગી રહ્યો છે તે ગૌતમ અદાણીને અમેરિકાએ પણ ભ્રષ્ટાચારી કહ્યાં છે.
એક કેસમાં અમેરિકાની કોર્ટે અદાણી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યુ છે. આને પગલે અદાણી સાથે જોડાયેલા તમામ શેર ક્રેશ થયા છે.

ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપો લાગ્યા છે. આ આરોપો પર અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 564 પોઈન્ટ ઘટીને 2257.15 પર પહોંચ્યો છે.
અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 20 ટકાના ઘટાડા બાદ લોઅર સર્કિટ લાગી છે. આ સિવાય અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલી તમામ કંપનીના શેર ખરાબ હાલતમાં છે.
અદાણી સોલ્યુશન, અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી પોર્ટ સહિતના તમામ શેર 15 ટકાથી વધુ ઘટ્યા છે. અમેરિકામાં જે રીતે ગૌતમ અદાણી વિશેના સમાચાર આવ્યા છે તે બાદ શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી છે.
અદાણી પાવરના શેરમાં પણ 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી પાવરનો શેર 68 પોઈન્ટના ઘટાડા સાથે 454 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી સોલ્યુશનના શેરમાં 19.99 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને લોઅર સર્કિટ લાગી છે. આ શેર 697 પર ટ્રેડ થઈ રહ્યો છે.
અદાણી પોર્ટના શેરની વાત કરીએ તો તે 20 ટકાના ઘટાડા સાથે લોઅર સર્કિટ પર છે. આ શેર 257 પોઈન્ટના ઘટાડા સાથે 1031.70 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ગ્રીનના શેરમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સ્ટૉક 266 પૉઇન્ટના ઘટાડા સાથે 1145 પર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 522.80 પોઈન્ટ ઘટીને 77,055.58 પર પહોંચ્યો હતો, જે 0.67 ટકાનો ઘટાડો દર્શાવે છે. નિફ્ટીમાં 200.30 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, જે 23,318.20 પર બંધ રહ્યો અને 0.85 ટકાનો જોવા મળ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
