કેમ ઝડપથી વધી રહ્યા છે એક્સ્ટ્રા મેરિટલ અફેર? જાણો શું કહી રહ્યા છે જાણકારો
છેલ્લા કેટલાક સમયથી ભારતીય સમાજમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આવા અફેર નવી લાઈફ સ્ટાઈલનો ભાગ બની રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. લોકો સારી રીતે જાણે છે કે તેનાથી પારિવારીક નુકસાન થઈ રહ્યા છે તેમ છત્તા પણ એ તરફ વળી રહ્યા છે. આની પાછળ ધણા કારણો જવાબદાર છે.
ભારતીય સમાજમાં સામાજીક બંધનોને કારણે લગ્નને લઈને જોઈએ તેટલી છુટછાટ નથી મળી રહી. ઘણા લોકોને નાની ઉમરમાં લગ્ન કર્યા બાદ મોડે મોડે અહેસાસ થાય છે કે તેને ખોટા માણસ સાથે લગ્ન કરી લીધા છે. અહીંથી જ તે અફસોસ સાથે અન્ય વ્યક્તિ તરફ આકર્ષાય છે અને એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ વળે છે.

ઘણા લોકોના લગ્ન નાની ઉંમરમાં થઈ જાય છે. આ બધુ શરૂઆતમાં સારૂ લાગે છે પરંતુ સમય જતા તેમને ઉત્સુકતા અને ડટિંગનો અભાવ વર્તાય છે. સંબંધોમાં ઉત્સુકતા અને ડેટિંગનો અભાવને ભરવા માટે તે એક્સ્ટ્રા મેરિટલ અફેરનો સહારો લે છે.
લગ્ન બાદ જ્યારે પરિવારમાં બાળકનું આગમન થાય છે ત્યારે સંબંધોમાં એક અંતર આવે છે. પત્ની બાળક તરફ પોતાનું તમામ ધ્યાન આપે છે ત્યારે પતિ એકલતા અનુભવે છે. આ સમયગાળામાં તે અન્ય વ્યક્તિ તરફ આકર્ષાય છે અને એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે.
લગ્ન એ માત્ર ભાવનાત્મક રીતે બન્નેને જોડે તેટલુ જ નથી. આ સિવાય બન્ન વચ્ચેનું જાતીય જોડાણ પણ જરૂરી છે. જો જાતીય જીવનમાં અસંતોષ હોય તો તેને પુરો કરવા વ્યક્તિ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો સહારો લેતા હોય છે.
જીવનમાં પરિવર્તન અને પડકારો પણ એક મોટું કારણ છે. નાના પડકારો આવે ત્યારે લોકો એડજસ્ટ થાય છે પરંતુ મોટા પડકારો જેમ કે નોકરી ગુમાવવી, નાણાકીય નુકસાન, કોઈપણ ગંભીર બીમારી,ૃૃ વગેરેને હેન્ડલ કરવી મુશ્કેલ હોય ત્યારે લોકો તેમના પાર્ટનર સિવાય અન્ય વ્યક્તિ તરફ આકર્ષાય છે.
ઘણી વખત લગ્ન બાદ કપલને અહેસાસ થાય છે કે બન્ને એકદમ અલગ છે. બન્નેની પસંદ-નાપસંદ, રુચિ અને ટેવ સંપૂર્ણ અલગ છે. આ સ્થિતિમાં બન્ને એવી વ્યક્તિને શોધવાનું શરૂ કરે છે કે જેમની રુચિઓ અને ટેવો તેમના જેવી જ હોય. આ કારણે તે એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ આગળ વધે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
