યુક્રેનની આ ખૂબસૂરત હસીના સ્નાઈપર બનીને રશિયાને પરસેવો છોડાવી રહી છે, જાણો કોણ છે એવગોનિયા એમરાલ્ડ?
રશિયાના આક્રમણ બાદ યુક્રેનની સેના સાથે સાથે યુક્રેનના નાગરીકો પણ રશિયન સેના સામે લડી રહ્યા છે. યુક્રેનિયન સેનાએ પણ દેશના નાગરીકોને સેનામાં સામેલ કરીને રશિયા સામે મોરચો ખોલ્યો છે ત્યારે એક યુક્રેનિયન ખૂબસૂરત મહિલાની ખુબ ચર્ચા થઈ રહી છે.
આ દિવસમાં રશિયન સૈનિકોને યુક્રેનની એક બ્યૂટિશિયન પરેસેવો છોડાવી રહી છે. એવગોનિયા એમરાલ્ડ નામની આ 31 વર્ષની મહિલા મુળ બ્યૂટિશિયન છે અને હવે તેને રશિયા સામે હથિયાર ઉપાડ્યા છે. એમરાલ્ડ સ્નાઈપર બનીને રશિયન સૈનિકોનો કાળ બની રહી છે.

31 વર્ષની બ્યુટિશિયન એવગોનિયા એમરાલ્ડ રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં જ્વેલરી બિઝનેશમાં કામ કરતી હતી અને હવે એક કાતિલ સ્નાઈપર બની ગઈ છે. 2022 માં એવગોનિયા એમેરાલ્ડે એવજેની સ્ટિપાન્યુક સાથે લગ્ન કર્યા છે.
એવગોનિયા એમેરાલ્ડ અને એવજેની સ્ટિપાન્યુકની મુલાકાત રશિયન આક્રમણની શરૂઆતમાં ખાર્કિવાના જંગલોમાં થઈ હતી. હવે એવગોનિયા એમેરાલ્ડ તેના ત્રણ મહિનાના બાળકની સંભાળ લઈ રહી છે.
2014 માં રશિયાના ક્રિમીઆ પરના આક્રમણ દરમિયાન લશ્કરી તાલીમ લીધી હતી અને હવે તે એક પ્રતિષ્ઠિત અને કુશળ સ્નાઈપર બની ગઈ છે.એવગોનીયા એમેરાલ્ડને જ્યારે પહેલીવાર ખબર પડી કે તે કોઈને મારવાની છે તો ગભરાઈ ગઈ હતી. જો કે તે હિંમત ભેગી કરીને હવે મેદાન સંભાળી રહી છે.
એવગોનિયા એમેરાલ્ડને શરૂઆતમાં લૈંગિક ભેદભાવનો પણ સામનો કરવો પડ્યો. તેણી કહે છે કે જ્યારે તેણી વિશેષ દળોમાં જોડાઈ ત્યારે એક ફાઇટર તેની પાસે આવ્યો અને તેણીને પૂછ્યું કે તે અહીં શું કરી રહી છે. જો કે હવે બધુ ઠીક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
