Video : હવે દિલ્હી મેટ્રોમાં બે યુવતીનો પોલ ડાન્સ વાયરલ, જુઓ વીડિયો
આ દિવસોમાં દિલ્હી મેટ્રો ખુબ ચર્ચામાં છે. કપલની કિસિંગથી લઈને રિલ્સ સુધી દિલ્હી મેટ્રોની ચર્ચા છે ત્યારે હવે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિલ્હી મેટ્રોમાં બે યુવતી પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયાના આ જમાનામાં ઈન્ફ્લૂએન્સરને રિલ બનાવવા માટે એ બાબતથી કોઈ ફરક નથી પડકો કે બીજા યાત્રીઓને કેવી સમસ્યાઓ થાય છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયો સાથે કેપ્શન લખ્યુ છે કે, પોર્ન, ડાન્સ, કિસ, ફાઈટીંગ પછી હવે દિલ્હી મેટ્રોમાં લેટેસ્ટ પોલ ડાન્સ. વીડિયોમાં બે યુવતીઓ મેટ્રોમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા એક છોકરી ડાન્સ સ્ટેપ્સ કરે છે અને પછી બીજી પાછળથી આવે છે. બંને પોલને પકડીને ડાન્સ કરવા લાગે છે. નજીકમાં બેઠેલા મુસાફરો કેટલા પરેશાન છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.
હવે આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ડીએમઆરસીને દંડ કરવા અપીલ કરી છે તો અન્ય લોકો કરી રહ્યા છે કે દિલ્હી મેટ્રોએ આના પર કડક કાર્યવાહી કરવી જોઈએ.
અન્ય એક યૂઝરે કહ્યું કે, હું કહીશ કે મુંબઈ મેટ્રો, જ્યાં બોલિવૂડ અને ગ્લેમ છે ત્યાંની જનતા અહીં કરતાં અનેક ગણી સારી રીતે વર્તે છે. એકે કહ્યું કે દિલ્હી મેટ્રોમાં શું જોવા મળી રહ્યું છે. એકે કહ્યું કે લોકો આ બધું જોવા માટે પૈસા ન ખર્ચે છે પરંતુ આજકાલ બધું મફતમાં મળે છે.
After porn, kissing and fighting in Delhi Metro,
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023
The latest is Pole Dancing.....
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny
અહીં તમને જણાવી દઈએ કે દિલ્હી મેટ્રોમાં આ પ્રકારનો વિવાદ પહેલો નથી. આ પહેલા હાલમાં જ કાવડિયાઓના ડાન્સનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે દિલ્હી મેટ્રોમાં ડાન્સ કરી રહ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ હંગામો થયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
