છત્તીસગઢની આ શિક્ષિકા બાળકોનો યુનિફોર્મ પહેરીને સ્કૃલ આવે છે, કારણ જાણશો તો દિલ ખુશ થઈ જશે
તમે ઘણા શિક્ષકો વિશે જાણતા હશો જે પોતાની ભણાવવાની અનોખી સ્ટાઈલ માટે જાણીતા છે. શિક્ષકો બાળકોને પોતાની અનોખી સ્ટાઈલથી ભણાવીને તેમનું ધ્યાન ક્લાસમાં લગાવી રાખે છે. હવે છત્તીસગટની આવી જ એક શિક્ષિકાની ચર્ચા થઈ રહી છે.
સામાન્ય રીતે તમે શાળામાં શિક્ષકો અને શિક્ષિકાઓને પોતાના અલગ કપડા અને બાળકોને તેમના ડ્રેસમાં જોયા હશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે છત્તીસગઢની આ શિક્ષિકા તેની સ્કૃલમાં બાળકો જેવો જ યુનિફોર્મ પહેરીને શાળાએ પહોંચે છે. આવુ તે બાળકોને અનુશાસન શીખવાડવા માટે કરે છે.

જ્હાન્વી યદુ નામની આ શિક્ષિકા છત્તીસગઢના રાયપુરની રામનગર સરકારી શાળામાં બાળકોને ભણાવે છે. તે બાળકોની જેમ જ યુનિફોર્મમાં આવે છે. જેથી બાળકો પર શિક્ષકનું કોઈ દબાણ ન આવે અને તે સાથે અભ્યાસ કરી શકે. જ્હાન્વીને ભણાવતી જોઈને લોકોને લાગે છે કે શાળામાં શિક્ષકો ઓછા છે તેથી કોઈ અન્ય વર્ગની વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને ભણાવી રહી છે.
શિક્ષિકા જાહ્નવીના આ પ્રયોગની અસર એ થઈ છે કે હવે વિદ્યાર્થીઓ નિયમિત રીતે સ્કૂલ યુનિફોર્મમાં આવી રહ્યા છે. જાહ્નવી બાળકોને સિંગિંગ અને સંગીતની તાલીમ પણ આપે છે.
આ શિક્ષિકાને જોઈને બાળકોને લાગે છે કે શિક્ષિકા તેમના મિત્ર અને માર્ગદર્શક છે. સોશિયલ મીડિયામાં હવે આ શિક્ષિકાની ખુબ ચર્ચા થઈ રહી છે. બાળકોને સારું શિક્ષણ આપવા અને તેમનામાં શિસ્ત કેળવવા જ્હાન્વી યદુએ બાળકોની જેમ શાળાનો ડ્રેસ પહેરીને આવવાનું શરૂ કર્યું છે.
આ શિક્ષિકા જણાવે છે કે, જે વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં શાળાએ આવતા ન હતા તે પણ યુનિફોર્મ પહેરીને શાળાએ આવવા લાગ્યા છે. આ નજારો રાજધાની રાયપુરના રામનગર સ્થિત સરકારી ગોકુલ રામ વર્મા પ્રાથમિક શાળાનો છે.
શિક્ષિકા જાન્હવી યદુ કહે છે કે, શિક્ષકો શાળાના બાળકો માટે પ્રેરણા સ્ત્રોત છે. શિક્ષકોને જોઈને જ બાળકોમાં શિસ્તનો વિકાસ થાય છે. જો શિક્ષકો શાળાના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે તો બાળકો પણ તેનું પાલન કરે. તેમણે કહ્યું કે બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કરવા તેમણે નવા સ્વરૂપમાં શાળામાં આવવાનું શરૂ કર્યું અને તેમાં ઘણા રસપ્રદ અનુભવો પણ થયા. ઘણી વખત તેના સહકાર્યકરો તેને ઓળખી શક્યા નહીં અને બાળકો પણ તેની સાથે બાળક જેવો વ્યવહાર કરતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
