દુનિયાની આ એકમાત્ર નદીમાં પાણી નહીં પણ પથ્થરો વહે છે, જાણો ક્યાં આવેલી છે આ રહસ્યમયી સ્ટોન રિવર
દુનિયામાં તમે પાણીનું વૈવિધ્ય ધરાવતી ઘણી નદીઓ વિશે સાંભળ્યુ હશે. જો કે તમને કોઈ એમ કહે કે એક નદીમાં પાણી નહીં પરંતુ પથ્થરો વહે છે તો તમે સાચુ માનશો? જો કે આ હકિકત છે અને આવી એક નદી દુનિયામાં આવેલી છે.
તમે જોયું જ હશે કે નદીઓમાં પાણીની સાથે અલગ-અલગ કદના પથ્થરો પણ જોવા મળે છે. પરંતુ રશિયામાં એક એવી નદી છે જ્યાં નદીમાં પાણીને બદલે પથ્થરો વહે છે. અહીં નદીમાં પુરી પથ્થરો ભરેલા છે.

આ વિચિત્ર નદીને રશિયામાં સ્ટોન રિવરના નામે ઓળખવામાં આવે છે. અહીં નદીમાં પત્થરોનો પ્રવાહ વહેતો હોવાથી તેને સત્તાવાર રીતે આ નામ આપવામાં આવ્યું છે. આ નદીની આજુબાજુ દેવદારના વૃક્ષોના ગાઢ જંગલો આવેલા છે અને તેની નજીક એક જંગલ વિસ્તાર છે. આ જંગલમાં જીવ વૈવિધ્ય જોવા મળે છે.
આ સ્ટોન રિવર લગભગ છ કિલોમીટર છે અને કેટલીક જગ્યાએ તેની પહોળાઈ 20 મીટર સુધી છે તો કેટલીક જગ્યાએ તેની પહોળાઈ 200 મીટરથી વધુ છે. ચૌકાવનારી બાબત એ છે કે આ નદીમાં હાજર પત્થરોનું વજન 10 ટન સુધી છે અને કદ બદલાતુ રહે છે. આ નદી જોવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે.
વૈજ્ઞાનિકોએ આ નદી વિશે અભ્યાસ કર્યો છે પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. કેટલાક સંશોધકોનું માનવું છે કે લગભગ 10,000 વર્ષ પહેલાં પર્વતોની ઊંચાઈથી તૂટેલા ગ્લેશિયરના પથ્થરો અહીં પાણીની સાથે જમા થયા હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
