કંટાળો દૂર કરવા આ છોકરો કરાવે છે ફેસિયલ સર્જરી, 15 વાર બદલ્યો ચહેરો
લોકોને ઘણા વિચિત્ર શોખ હોય છે. તો ઘણા લોકોને નવરાશના સમયમાં વિચિત્ર કામ કરવાની ટેવ હોય છે. ઘણા લોકોને નવરાશના સમયમાં કંટાળો દુર કરવા માટે રમતો રમે છે, તો ઘણા બહાર ફરવા નીકળી પડે છે.
જો તમને કોઇ કહે કે એક છોકરો કંટાળો દુર કરવા માટે ફેસિયલ સર્જરી કરાવે છે, તો તમને ચોક્કસથી આશ્ચર્ય થશે. આ છોકરાનું નામ લેવી જેડ મર્ફી છે અને તેને સુંદર દેખાવા માટે 19 વર્ષની ઉંમરથી જ ચહેરાની સર્જરી કરાવવાની શરૂઆત કરી દીધી હતી.

આજે તે 26 વર્ષનો છે અને તેણે અત્યાર સુધીમાં કુલ 15 સર્જરી કરી છે. જેના પર તેણે 50000 પાઉન્ડ લગભગ 52.83 લાખ રૂપિયા ખર્ચ્યા છે. તેણીએ તેના ચહેરા પર આંખ, નાક, મોં, ગાલની ચરબી દૂર કરવા અને હોઠ પ્લમ્પિંગ કર્યા છે. તાજેતરમાં તેણે ફરીથી સર્જરી કરાવી છે.
જેનો ફોટો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યો છે. જ્યારે તે માણસને પૂછવામાં આવ્યું કે, તે આટલી બધી સર્જરી શા માટે કરાવે છે, તો તેનો જવાબ હતો કે, તે કંટાળી ગયો હતો, તેથી તેણે વિચાર્યું કે, તેણે ચહેરાની સર્જરી કરાવી લેવી જોઈએ.
છોકરાએ આગળ જણાવ્યું હતું કે, મેં અત્યાર સુધીમાં કુલ 15 સર્જરીઓ કરી છે. મને સર્જરી કરાવવામાં આનંદ આવે છે અને જ્યારે પણ મને લાગે છે કે, હું મારા ચહેરાથી કંટાળી ગયો છું, ત્યારે હું મારા ચહેરાની સર્જરી કરાવું છું. મને સમયસર મારો ચહેરો બદલવો ગમે છે. સમય પ્રમાણે હું મારો ચહેરો બદલું છું. જેમ કે લોકો દર સિઝનમાં તેમના કપડાં રિન્યુ કરે છે. હું એક ચહેરા સાથે વધુ સમય સુધી જીવી શકતો નથી.

લેવીએ તેની તાજેતરની સર્જરીનો ફોટો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં તેનો ચહેરો સૂજી ગયેલો જોવા મળે છે. તેણે કહ્યું કે, તેણે 5 દિવસ પહેલા આ સર્જરી કરાવી હતી અને તે હજુ પણ સ્વસ્થ થઈ રહ્યો છે. તેને ફેસલિફ્ટમાં મુશ્કેલી પડી રહી છે.
છોકરાએ જણાવ્યું કે, તેણે સર્જરી કરાવી તેના થોડા સમય બાદ તેના ચહેરાની એક બાજુ સોજી ગઈ હતી. તેણે જણાવ્યું હતું કે તેની ગરદન ચીરીને લોહી નીકળ્યું હતું. તેણીને ડર છે કે, તેનો ચહેરો બગડી જશે, પરંતુ સોજાને કારણે તેને હવે લાગે છે કે, તેને ભવિષ્યમાં ઘણી વધુ સર્જરી કરવી પડી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
