લૂંટ કરવા આવેલા ચોરને થયો પ્રેમ, ફેસબૂકમાં મેસેજ કરી કહી આ વાત
વર્તમાન સમયમાં ચોરી અને લૂંટના કિસ્સા સામાન્ય બની રહ્યા છે. પોલીસ ચોરીની ઘટનાઓ રોકવા માટે ઘણા પ્રયાસ કરે છે, પરંતુ તેને કાબૂમાં લઇ શકતા નથી. ચોરો ઘણીવાર ચોરી કરતા સમયે અજીબોગરીબ હરકતો કરતા હોય છે. જેનાથી લોકો આશ્ચર્ય સાથે સાથે હસી પણ પડે છે.
આવો એક કિસ્સા વિશે આજે આપણે જાણીશું, જેમાં એક ચોર ચોરી કરતી વખતે પહેલી નજરમાં જ પ્રેમમાં પડી જાય છે અને પોતાનું દિલ મકાન માલિકને આપી દે છે! આવું જ કંઈક તાજેતરમાં અમેરિકામાં એક ચોર સાથે થયું હતું, જે એક મહિલાને લૂંટવા આવ્યો હતો, પરંતુ તે તેના પહેલી નજરના પ્રેમમાં પડી ગયો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના ઈન્ડિયાનાપોલિસમાં 8 મેના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી. અંબર બેરોન નામની મહિલા ઈન્ડિયાનાપોલિસમાં રહે છે. એક દિવસ અંબર તેના કામ પરથી મોડી ઘરે પાછી આવી. આવા સમયે, તે ઘરની બહાર મેલ બોક્સમાં જરૂરી કાગળો અથવા પત્રો તપાસી રહી હતી, ત્યારે એક બંદૂકધારી ચોર ત્યાં આવ્યો અને મહિલા પાસેથી પૈસાની માંગ કરવા લાગ્યો હતો.
એમ્બર પાસે તે સમયે 100 ડોલર સુધી હતા, જે તેણીએ ડરથી ચોરને આપી દીધા હતા. પૈસા લીધા બાદ ચોર તરત ભાગી ગયો ન હતો, પરંતુ બંદૂક બતાવીને અંબરને ફોન પર ફેસબુક ખોલવાનું કહ્યું હતું.
જ્યારે અંબરે આવું કર્યું, ત્યારે ચોરે તેને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું કહ્યું. તે ચોરનું નામ ડેમિયન બોસ છે. અંબરને લાગ્યું કે, જ્યારે તેણીએ તેને ફેસબુક પર એડ કર્યો, ત્યારે તે તેને છોડી દેશે. એવું જ થયું, ડેમિયન ત્યાંથી ચાલ્યો ગયો, પણ ફેસબુક પર તેણે અંબરને મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું.
એક મેસેજમાં તેણે કહ્યું કે, તે અંબરના પ્રેમમાં પડી ગયો છે, તે તેને ખૂબ જ સુંદર માને છે. તે એવી છોકરી નથી કે, જેને લૂંટવામાં આવે, તેથી તે તેના પૈસા પરત કરી દેશે.
અંબર એ સાંભળીને ખુશ થાય છે કે, ચોરનું હૃદય બદલાઈ ગયું છે, પરંતુ પછીના જ સંદેશમાં, તેણે તેના મનની વાત કરી અને તેણીને જણાવ્યું કે, તે ખરાબ માણસ નથી, અને તે ઈચ્છે છે કે, અંબર તેની સાથે ડેટ પર જાય.
આ સાંભળીને અંબરને નવાઈ લાગી. તેણીએ પુરુષને કહ્યું કે, તેણીનો એક જીવનસાથી છે, તે આ કરી શકતી નથી. આ સમગ્ર ઘટનાથી અંબર ખૂબ જ ડરી ગઈ છે, તે પોતાના ઘરની બહાર નીકળવા માટે અસુરક્ષિત અનુભવી રહી છે. ચોરની ધરપકડ કરવામાં આવી છે, તેની સામે પહેલેથી જ ઘણા આરોપ લાગેલા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
