લૂંટ કરવા આવેલો લૂંટારો મહિલાની ખૂબસૂરતી જોઈને ઘાયલ થઈ ગયો, એવી માંગણી કરી કે…
સામાન્ય રીતે લૂંટારાને જોઈને સારા સારાની હિમ્મત જવાબ દઈ દે છે પરંતુ હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં લૂંટ કરવા આવેલો લૂંટારો મહિલાની ખૂબસૂરતી જોઈને લૂંટ કરવાનો ઈરાદો ભુલીને બીજી જ કંઈક ડિમાન્ડ કરી દીધી.
અહેવાલો અનુસાર, આ વિચિત્ર ઘટના અમેરિકાના ઈન્ડિયાનાપોલિસમાં સામે આવી છે. અહીં અંબર બેરૌન નામની મહિલા સાથે આ વિચિત્ર ઘટના બની છે.

એક દિવસ અંબર મોડી રાત્રે ઘરે પરત ફરી ત્યારે એક બંદુકધારીએ તેને બંદુક દેખાડીને પૈસાની માંગણી કરી. આ લૂંટારાને જોઈને મહિલા ડરી ગઈ પરંતુ જ્યારે ત્યાં અચાનક લાઈટ ચાલુ થઈ તો ચોરે મહિલાનો ચહેરો જોયો તો ચમત્કાર થયો.
આ ઘટના સમયે અંબર પાસે લગભગ 100 ડોલર હતા તે તમામ તેને આ લૂંટારાને આપી દીધા. જો કે આ દરમિયાન અચાનક લૂંટારાને મહિલા સાથે પ્રેમ થયો અને તેને મહિલાને ડેટ કરવા માટે પ્રપોઝ કરી દીધુ. લૂંટારાએ આ મહિલાને લગ્ન માટે ઓફર પણ આપી દીધી.
વાત અહીં પુરી નથી થતી. આ મહિલા ડેટ માટે રાજી ન થતા લૂંટારાએ બંદુક દેખાડીને ફેસબુક ખોલવા કહ્યું. જ્યારે અંબરે આવું કરવાની ના પાડી ત્યારે લૂંટારાએ વિનંતી કરી અને તેને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા કહ્યું.
આ વિચિત્ર ચોરનું નામ હતું ડેમિયન બોયસ છે. અંબરને લાગ્યુ કે ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને તે છોડી દેશે પરંતુ આવુ ન થયુ અને તે ગયા બાદ તેને ફેસબૂક પર મેસેજ મોકલવાનું શરૂ કર્યુ.
આ લૂંટારો રોજ મહિલા સાથે ફેસબુક પર વાત કરવા લાગ્યો. તે સતત મહિલાને ડેટ પર આવવા માટે કહેતો રહ્યો. તેની આ વાત પર મહિલાએ કહ્યું કે તે તે પરિણીત છે. આના પર તે ગુસ્સે ભરાયો અને મહિલાને ધમકી આપી.
આ ધમકી બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતા હવે લૂંટારાની અક્કલ ઠેકાણે આવી છે. પોલીસે આ લૂંટારાની ધરપકડ કરીને જેલમાં મોકલ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
