પ્રેમિકા માટે 7 સમુદ્ર પાર કરીને 16 હજાર કિલોમીટર દુર પહોંચ્યો પ્રેમી, જાણો પુરી લવ સ્ટોરી
આજકાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પછી એક લવ સ્ટોરી સામે આવી રહી છે. પહેલા સીમા હૈદર અને સચીન મીણા અને હવે ભારતની અંજુ શર્માએ પાકિસ્તાની યુવક સાથે લગ્ન કર્યા છે. આ તમામ ઘટના વચ્ચે એક સાઉથ કોરિયન યુવક અને બ્રાઝિલિયન યુવતીની લવ સ્ટોરી દુનિયાભરમાં વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ લવ સ્ટોરી સાઉથ કોરિયન યુવક અને બ્રાઝિલિયન યુવતીની છે. આ કોરિયન યુવકે તેની ગર્લફ્રેન્ડ માટે 7 સમુદ્ર પાર કરીને 16 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો. હવે બન્ને સાથે છે.

અહેવાલ અનુસાર, યાંગ સિઓક નામનો આ યુવક પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે દક્ષિણ કોરિયાથી બ્રાઝિલ પહોંચ્યો. 28 વર્ષીય યાંગ સિઓક તેની 20 વર્ષની બ્રાઝિલિયન ગર્લફ્રેન્ડ લુઇઝા વિટોરિયાને મળવા પહોંચ્યો છે. યાંગ અને લુઇઝાની પહેલી મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી. અહીંથી બન્ને પ્રેમમાં પડ્યા અને યુવક યુવતી માટે બ્રાઝીલ પહોંચી ગયો.
પુરી લવ સ્ટોરીમાં ચૌકાવનારી બાબત એ છે કે દક્ષિણ કોરિયન યુવક યાંગ અને બ્રાઝિલિયન યુવતી લુઇઝા બંને એકબીજાની ભાષા પણ જાણતા નથી. શરૂઆતથી બંને એકબીજા સાથે વાતચીત કરવા ટ્રાલ્સલેટર એપ્પનો ઉપયોગ કરતા હતા.
બન્ને વચ્ચે લવ સ્ટોરી શરૂ થયા બાદ અને મુલાકાત બાદ યાંગે પોર્ટુગીઝ શીખવાનું શરૂ કર્યું છે અને લુઇઝાએ દક્ષિણ કોરિયન ભાષા શીખવાનું શરૂ કર્યું છે. યાંગ અને લુઇઝાએ જણાવ્યું કે, હવે તે એકબીજાની ભાષાના કેટલાક શબ્દો બોલતા શીખી ગયા છે.
યાંગ અને લુઇઝા બંને 10 મહિના પહેલા સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યા હતા. અહીંથી બન્નેની લવ સ્ટોરી શરૂ થઈ અને યાંગે લુઈઝાને મળવા બ્રાઝિલ જવાનું નક્કી કર્યું. યાંગે જણાવ્યું કે, દક્ષિણ કોરિયાથી બ્રાઝિલ લુઇઝા પાસે પહોંચવા તેણે 4 વખત ફ્લાઈટ બદલવી પડી. આ સિવાય તેને 250 કિલોમીટરની મુસાફરી ટેક્સીથી કરી.
હવે યાંગ અને લુઇઝાની સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ કપલની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. બંનેની લવ સ્ટોરી લોકોને પસંદ આવી રહી છે.
લુઇઝાએ જણાવ્યું કે, પહેલા તે વીડિયો કોલિંગ દ્વારા વાત કરતા હતા અને યાંગ બ્રાઝિલ આવ્યા બાદ બંને સાથે રહે છે. તેણે જણાવ્યું કે, યાંગ પાસે ઓક્ટોબર સુધી બ્રાઝિલના વિઝા છે. જે બાદ તે દક્ષિણ કોરિયા પરત ફરશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
