વૈજ્ઞાનિકો એલિયન્સને ચેસ રમવા માટે આમંત્રણ મોકલશે, જાણો કેમ?
હાલ દુનિયાભરના વૈજ્ઞાનિકો પરગ્રહવાસી એટલે કે એલિયન્સની શોધખોળ કરવા માટે સતત રિસર્ચ કરી રહ્યા છે. જો કે હવે વૈજ્ઞાનિકોએ એલિયન્સ સુધી પહોંચવા માટે જે રસ્તો શોધ્યો છે તે સાંભળીને તમને આશ્ચર્ય થશે.
વૈજ્ઞાનિકોએ એલિયન્સનો સંપર્ક કરવા એક એવી રીત શોધી છે જે સાંભળવામાં ઘણી અજીબ લાગે છે. વૈજ્ઞાનિકો એલિયન્સને ચેસ રમવા માટે આમંત્રિત કરશે. વૈજ્ઞાનિકો અનુસાર, એક્સેટર એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ-ચેસ-ટ્રાયલ સ્પેસ ગેમ રમવાથી એલિયન્સ સાથે વાતચીત શરૂ કરવામાં મદદ મળી શકે છે.

ડેલીસ્ટારના એક અહેવાલ અનુસાર, વૈજ્ઞાનિકોએ અવકાશમાં પ્રસારિત કરવા માટે એક અપડેટેડ મેસેજ ડિઝાઇન કર્યો છે અને વિચારે છે કે જો તેમને જવાબ મળે તો તેમનું આગલું પગલું ચેસ રમતના નિયમો મોકલવાનું અને રમત શરૂ કરવાનું હશે.
અહેવાલ અનુસાર, કોઈપણ માનવ પ્રતિસ્પર્ધી પાસે રમતમાં તેમની ચાલનું આયોજન કરવા માટે સમય હોવો આવશ્યક છે. રમતમાં કમ્યુનિકેશન માટે મોટુ અંતર હોવાના કારણે દસ અથવા હજારો વર્ષ લાગશે.
એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ માટે ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યુ છે. એલિયન્સને સંદેશા મોકલવાના કેટલાક પ્રયાસો થયા છે અને મેસેજિંગ એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ નામની એનજીઓની રચના પણ કરવામાં આવી છે.
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વૈજ્ઞાનિક જોનાથન જિઆંગે જણાવ્યું કે, અગાઉના પ્રયાસોમાં કંઈ ખોટું નથી, પરંતુ ઉમેર્યું હતું કે હવે તેમની પાસે વધુ વિગતો મોકલવાની ટેક્નોલોજી છે.
જોનાથન ધ ન્યૂ બીકન ઇન ધ ગેલેક્સી મેસેજના સહ-લેખક છે. તેમણે કહ્યું છે કે તાજેતરના વર્ષોમાં આપણે 1974ની સરખામણીમાં હજારો એક્સોપ્લેનેટ મળ્યા છે. ત્યારે આપણને ખબર ન હતી કે આપણા સૌરમંડળની બહાર ગ્રહો છે કે નહીં અને હવે આપણે જાણીએ છીએ કે મોટાભાગના તારા સૌરમંડળ ધરાવે છે અને તે ગ્રહો તકનીકી જીવનનું આયોજન કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
